શ્રીમતી ભાવનાબેન નાનુભાઈ બાંભરોલીયા સ્વામિનારાયણ ફાર્મસી કોલેજ, સલવાવની વિદ્યાર્થીનીઓએ ઇન્ટર કોલેજ ટેબલ ટેનિસ વુમન ટુર્નામેન્ટમાં સિલ્વર મેડલ પ્રાપ્ત કરી ઉંચાઈ ના શિખરો સર કર્યા ।
શ્રીમતી ભાવનાબેન નાનુભાઈ બાંભરોલીયા સ્વામિનારાયણ ફાર્મસી કોલેજ, સલવાવની વિદ્યાર્થીનીઓએ ઇન્ટર કોલેજ ટેબલ ટેનિસ વુમન ટુર્નામેન્ટમાં સિલ્વર મેડલ પ્રાપ્ત કરી ઉંચાઈ ના શિખરો સર કર્યા તારીખ:૨૧/૦૯/૨૦૨૨ સરદાર વલ્લભભાઇ પટેલ ઇન્સ્ટીટયુટ ઓફ ટેકનોલોજી, વાસદ ખાતે તારીખ: ૨૧/૦૯/૨૦૨૨ ના રોજ ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી દ્વારા ઇન્ટર કોલેજ ટેબલ ટેનિસ વુમન ટુર્નામેન્ટ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.. જેમાં શ્રીમતી ભાવનાબેન નાનુભાઈ બાંભરોલીયા સ્વામિનારાયણ ફાર્મસી કોલેજના વિદ્યાર્થીનીઓની ટીમ રનર્સઅપ થઇ સિલ્વર મેડલ મેળવ્યા.જેમાં સિલ્વર મેડલ મેળવનાર વિદ્યાર્થીઓમાં પલક અશોકભાઈ ટેલર, માનસીકુમારી નટુભાઈ રોહિત, જેસીકા રાણા અને ત્વિષા મહેન્દ્રભાઈ બહાલીવાલાએ સિલ્વર મેડલ પ્રાપ્ત કરી કોલેજ અને સંસ્થાના નામમાં વધારો કર્યો છે જે ગૌરવવંતી બાબત છે. આ તમામ વિદ્યાર્થીઓને કોલેજ ના ફીઝીકલ ઇન્સ્ટ્રકટર શ્રી પ્રિયંક પટેલે રમતની તાલીમ આપી હતી અને કોલેજના આસિસ્ટન્ટ પ્રોફેસર શિવાની જીતેન્દ્ર ગાંધીએ વિદ્યાર્થીનીઓની ટીમનું નેતૃત્વ કર્યું હતું. આ સ્પર્ધાનું સમગ્ર માર્ગદર્શન ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટી ના સ્પોર્ટ્સ ડાયરેક્ટર ડો.આકાશ ગોહિલ સર દ્વારા આપવામાં આવ્યું હતું. વિદ્યાર્થીનીઓની આ સફળતા બદલ શ્રી સ્વામિનારાયણ સંસ્થાના અધ્યસ્થાપક પરમ પૂજ્ય પૂરાણી સ્વામી કેશવચરણદાસજી, મેનેજિંગ ટ્રસ્ટી પરમ પૂજ્ય પૂરાણી સ્વામી કપિલજીવનદાસજી, પૂજ્ય રામ સ્વામીજી, સંસ્થાના ટ્રસ્ટી શ્રી. બાબુભાઈ સોડવડીયા તથા અન્ય ટ્રસ્ટીશ્રીઓ, કેમ્પસ એકેડેમિક ડિરેકટર ડૉ. શૈલેષ વી. લુહાર, કેમ્પસ એડમીન ડિરેકટર શ્રી. હિતેન બી. ઉપાધ્યાય, આચાર્યશ્રી ડૉ. સચિન બી. નારખેડે અને તમામ સ્ટાફે સૌને અભિનંદન પાઠવ્યા હતા।
प्लीज लाइक सेयर एण्ड कॅमेन्ट करे।
Average Rating