પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીઓ પ્રખ્યાત ફ્રીસ્ટાઇલ ડાન્સર કીરન લાઈના પ્રભાવશાળી પર્ફોર્મન્સથી પ્રેરિત થયા।

પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલ, વાપી દ્વારા તાજેતરમાં ઇંગ્લેન્ડના પ્રખ્યાત ફ્રીસ્ટાઇલ ડાન્સર કીરન લાઈ માટે એક ડાયનામિક અને ઈન્સ્પાયરિંગ સેશનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં માત્ર હાઈ- એનર્જી પર્ફોર્મન્સ જ નહીં, પરંતુ વિદ્યાર્થીઓ સાથે ઇન્ટરેક્ટિવ વર્કશોપનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો.પોતાની અનોખી સ્ટાઈલ અને નવીન કોરિયોગ્રાફી માટે જાણીતા, કીરન ‘બ્રિટન્સ ગોટ ટેલેન્ટ’ ના ફાઇનલિસ્ટ તરીકે ખ્યાતિ પામ્યા હતા અને ત્યારથી તેઓ વિશ્વભરના સ્ટેજ પર પર્ફોર્મન્સ આપીને પ્રેક્ષકોને પ્રેરિત કરી રહ્યા છે. તેમની ભારત મુલાકાતના ભાગરૂપે, કીરન એપ્રિલ 2026 માં ગુજરાતની 11 પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલ્સની મુલાકાત લઈ રહ્યા છે, જે વિદ્યાર્થીઓને આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રશંસા પામેલા કલાકાર પાસેથી શીખવાની અને તેમની સાથે સંવાદ કરવાની અનોખી તક પૂરી પાડે છે.પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલ, વાપીની મુલાકાત દરમિયાન, કીરને તેમના એનર્જેટિક ફ્રીસ્ટાઇલ પર્ફોર્મન્સથી વિદ્યાર્થીઓને મંત્રમુગ્ધ કરી દીધા હતા, જેમાં તેમની અનોખી પ્રતિભા, ક્રિએટિવિટી અને મૂવમેન્ટ પરની પકડ જોવા મળી હતી. જોકે, આ એક્સપિરિયન્સ માત્ર પર્ફોર્મન્સ સુધી મર્યાદિત નહોતો. ખાસ આયોજિત વર્કશોપ દ્વારા, કીરને વિદ્યાર્થીઓ સાથે સક્રિયપણે જોડાઈને તેમને ડાન્સ સ્ટેપ્સ શીખવ્યા હતા, જેનાથી તેમને આંતરરાષ્ટ્રીય કલાકાર પાસેથી સીધું જ શીખવાની તક મળી હતી.આ વર્કશોપમાં વિદ્યાર્થીઓએ ભારે ઉત્સાહ દર્શાવ્યો હતો, કારણ કે વિદ્યાર્થીઓએ માત્ર કીરનની નૃત્યકલા ની વિવિધ મુદ્રાઓ નિહાળી નહોતી, પરંતુ મુવમેન્ટ અને આસેલ્ફ- એક્સપ્રેશનના આનંદનો પ્રત્યક્ષ અનુભવ પણ કર્યો હતો. વિવિધ ટેકનિકો દ્વારા માર્ગદર્શન આપીને અને સહભાગી થવા માટે પ્રોત્સાહિત કરીને, કીરને વિદ્યાર્થીઓને આત્મવિશ્વાસ કેળવવામાં, સર્જનાત્મકતા અપનાવવામાં અને અભિવ્યક્તિના સાધન તરીકે ડાન્સના પાવરને સમજવામાં મદદ કરી હતી.વિદ્યાર્થીઓ સાથેની તેમની વાતચીતમાં, કીરને શિસ્ત, ખંત અને સમર્પણ સાથે પોતાના જુસ્સાને અનુસરવાના મહત્વ વિશે મૂલ્યવાન વિચારો પણ જણાવ્યા હતા. તેમનો સંદેશ વિદ્યાર્થીઓમાં ઊંડો ગુંજ્યો હતો અને તે પોદારના સર્વગ્રાહી શિક્ષણ પ્રત્યેના સંકલ્પને પ્રતિબિંબિત કરે છે જે કલાસરૂમની બહાર પણ પ્રતિભાને પોષે છે.આ કાર્યક્રમ વિશે વાત કરતા, પોદાર એજ્યુકેશન નેટવર્કના ડાયરેક્ટર શ્રી હર્ષ પોદારએ જણાવ્યું હતું કે, “પોદારમાં અમે માનીએ છીએ કે શિક્ષણ માત્ર શૈક્ષણિક અભ્યાસ પૂરતું મર્યાદિત નથી. કીરન લાઈની મુલાકાતે અમારા વિદ્યાર્થીઓને માત્ર અસાધારણ પ્રતિભાના સાક્ષી બનવાની જ નહીં, પણ તેમની પાસેથી સીધું શીખવાની પણ અદ્ભુત તક આપી છે. આવા અનુભવો યુવાન મન માં આત્મવિશ્વાસ, સર્જનાત્મકતા અને આત્મ-અભિવ્યક્તિ કેળવવામાં મદદ કરે છે.”આ કાર્યક્રમનો ઉમંગભેર તાળીઓના ગડગડાટ સાથે અને અદભૂત ઉત્સાહ સાથે સમાપન થયો હતો, જેમાં ઘણા વિદ્યાર્થીઓ પ્રેરિત થયા હતા અને પરફોર્મિંગ આર્ટ્સમાં આગળ વધવા માટે આતુર દેખાયા હતા.1927 માં શેઠ આનંદીલાલ પોદાર દ્વારા સ્થાપિત, પોદાર એજ્યુકેશન નેટવર્ક 99 વર્ષથી વધુ સમયથી ભારતીય શિક્ષણ ક્ષેત્રે અગ્રેસર રહ્યું છે. પ્રામાણિકતા, અખંડિતતા અને સેવાના પરંપરાગત ભારતીય મૂલ્યો દ્વારા માર્ગદર્શિત, આ સંસ્થા શિક્ષણમાં શ્રેષ્ઠતા પ્રેરિત કરવાનું ચાલુ રાખે છે. નોંધનીય છે કે, મહાત્મા ગાંધી આનંદીલાલ પોદાર ટ્રસ્ટના પ્રથમ પ્રમુખ તરીકે સેવા આપી હતી, જે રાષ્ટ્ર પ્રત્યેની આ સંસ્થાની ઊંડી પ્રતિબદ્ધતા દર્શાવે છે.આજે, પોદાર એજ્યુકેશન નેટવર્ક નીચે મુજબનો વ્યાપ ધરાવે છે:સંસ્થા દ્વારા સંચાલિત 165 પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલ્સ135 પોદાર પાર્ટનર સ્કૂલ્સ2,75,000 થી વધુ વિદ્યાર્થીઓની કુલ સંખ્યા8,000+ સ્ટાફ મેમ્બર્સની સમર્પિત ટીમ।
Average Rating