લોકોનાં ‘ગોલ્ડન અવર્સ થી લઈને પ્લેટિનમ મિનિટ’ ને પણ સાચવતા 108નાં કર્મયોગીઓનું થયું સન્માન।
આજરોજ નવસારી જીલ્લાના વાંસદા ખાતે ૭૫માં પ્રજાસતાક પર્વની જીલ્લા કક્ષાની ઉજવણીના ભાગરૂપે ધ્વજવંદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વિવિધ ડિપાર્ટમેન્ટ ના ટેબ્લૉનું પ્રદર્શન પણ કરવામાં આવ્યું હતું જેમાં ઈ. એમ.આર. આઈ. ગ્રીન હેલ્થ સર્વિસીસ તરફથી ૧૦૮ એમ્બ્યુલન્સ, ખિલખિલાટ એમ્બ્યુલન્સ, ધન્વંતરિ આરોગ્યરથ, કરુણા એનિમલ એમ્બ્યુલન્સ, ૧૮૧ મહિલા અભયમ વાન નું પણ ટેબ્લૉમાં પ્રદર્શન કરાયું હતું. આ પ્રસંગે માનનીય મંત્રી/કલેકટરશ્રી અમિત પ્રકાશ યાદવ ના વરદ હસ્તે વર્ષ દરમિયાન શ્રેષ્ઠ કામગીરી કરનારા કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું જેમાં ઈમરજન્સીની ઘટનાઓમાં ગોલ્ડન કલાકો થી આગળ વધીને પ્લેટિનમ મિનિટમાં લોકોના જીવ બચાવતી ૧૦૮ એમ્બ્યુલન્સ ના કર્મચારીઓનું પણ એવોર્ડ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ વર્ષે શ્રેષ્ઠ કામગીરી બદલ ૧૦૮ સેવાના મરોલી પાઇલોટ તુષાર પટેલ ઇ.એમ.ટી. કુલદીપ રહેવર અને વાંસદા ખિલખિલાટ ના કેપ્ટન ઉમેશ મહાલા ને સન્માનિત કરાયા હતા તેમજ ધન્વંતરિ આરોગ્ય રથ પ્રોજેકટ માંથી હિરલ પટેલ, કરુણા એનિમલ એમ્બ્યુલન્સ માંથી dr ઉર્વી મોદી અને dr ભાવિકા પટેલ ને કલેકટર શ્રી અમિત પ્રકાશ યાદવ અને મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ ના વરદ હસ્તે એવૉર્ડ આપીને સન્માનિત કરાય હતા।આ પ્રસંગે ૧૦૮ સેવા તરફથી પ્રોગ્રામ મેનેજર કમલેશ પઢીયાર તથા ઇમરજન્સી મેનેજમેન્ટ એક્ઝીક્યુટીવ મૃગેશ ચૌધરી, એમ.એચ.યુ પ્રોજેકટ કોરડીનેટર નિમેષ પટેલ, ૧૯૬૨ પ્રોજેકટ કોરડીનેટર નિરવ પ્રજાપતિ, હાજર રહ્યા હતા અને તમામ એવૉર્ડ મેળવનારાઓ નું ઉત્સાહ વધાર્યો હતો।
प्लीज लाइक सेयर एण्ड कॅमेन्ट करे।
Average Rating