વાપીની શ્રી એલ જી હરિઆ મલ્ટિપર્પઝ સ્કુલ મા 75મો પ્રજાસત્તાક દિન તેમજ વાર્ષિક રમતોત્સવ ની ઊજવણી કરવામાં આવી।

Views: 276
1 0

Read Time:3 Minute, 12 Second

વાપીની શ્રી એલ જી હરિઆ મલ્ટિપર્પઝ શાળા મા પ્રજાસત્તાક દિનની ઉજવણીના ભાગરૂપે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો તેમજ વાર્ષિક રમતોત્સવ નુ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અતિથી વિશેષ તરીકે વાપીના ચિરાયુ હોસ્પિટલના બાળ રોગ ચિકિત્સક ડો.અક્ષયા ઉગાલે ઉપસ્થિત રહ્યા હતા. જેમના કર કમલો દ્વારા ધ્વજ વંદન કરવામાં આવ્યું. શાળા ના ટ્રસ્ટી શ્રી તુષાર શાહ તેમજ અેકટિંગ ચેરમેન ઓફ સ્કૂલ કમિટી મેમ્બર શ્રી ઉજ્જવલ શુકલા,, શ્રીમતી ભારતીબેન તેમનો અમૂલ્ય સમય ફાળવી ઉપસ્થિત રહયા હતા. કાર્યક્રમ ની શરૂઆત પરેડ દ્વારા કરવામાં આવી. ત્યારબાદ વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરવામાં આવી. ત્યારબાદ મુખ્ય અતિથિ અક્ષયા ઉગાલે તથા ઉપસ્થિત મહાનુભાવો દ્વારા મશાલ પ્રજ્વલિત કરી રમતોત્સવ નો શુભારંભ કરવામાં આવ્યો. તમામ પધારેલ મહાનુભાવો નુ પુષ્પગુચ્છ થી સ્વાગત શાળા ના આચાર્યા શ્રીમતી બિન્ની પૌલ દ્વારા કરવામાં આવ્યું. ત્યારબાદ મુખ્ય અતિથિ શ્રીમતી અક્ષયા ઉગાલેએ પ્રાસંગિક ઉદબોધન કરી સૌને પ્રજાસત્તાક દિનની શુભેચ્છાઓ પાઠવી. શાળા ના પ્રાથમિક અને માધ્યમિક બન્ને વિભાગ ના વિદ્યાર્થીઓ એ મુખ્યત્વે રિલેરેસ, લાંબીદોડ, ટૂંકીદોડ, રસ્સા ખેંચ, ઓબ્સટેકલ રેસ જેવી શ્રેષ્ઠ સ્પર્ધામાં ભાગ લીધો હતો. તમામ સ્પર્ધામાં વિજેતા સ્પર્ધકોને અતિથિ વિશેષ ના હસ્તે મેડલ તેમજ સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યું. સમગ્ર કાર્યક્રમ ની નોંધનીય બાબત એ હતી કે શાળા નું આકાશ હાઉસ સમગ્ર રમતોત્સવ મા પ્રથમ આવ્યુ હતું. જેને વાર્ષિક સ્પોર્ટસ ટ્રોફી એનાયત કરવામાં આવી.કાર્યક્રમને સફળ બનાવવા તેમજ સ્પર્ધકોને પ્રોત્સાહિત કરવા માટે મોટી સંખ્યામાં વાલીઓ ઉપસ્થિત રહ્યા હતાં. શાળા ના મેનેજમેન્ટ અને આચાર્યા શ્રીમતી બિન્ની પૌલે શાળા પરિવાર વતી સૌને કાર્યક્રમ ની સફળતા બદલ અભિનંદન પાઠવ્યા તેમજ શારિરીક શિક્ષણ ના શિક્ષકો શ્રી જગદીશચંદ્ર મિસ્ત્રી, શ્રી વિપુલ સાંજણા તેમજ શિક્ષિકા શ્રીમતી ભાવિકા પટેલે સમઞ્ર તાલીમ તેમજ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું તે બદલ તેમનો આભાર વ્યક્ત કર્યો।

प्लीज लाइक सेयर एण्ड कॅमेन्ट करे।

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

You may also like