વાપીની શ્રી એલ જી હરિઆ મલ્ટિપર્પઝ સ્કુલ મા નાના ભૂલકાઓ માટે રૈનબો-2024 અંતર્ગત વાર્ષિક રમતોત્સવ નુ આયોજન કરવામાં આવ્યું।
નર્સરી થી ધોરણ બે ના નાના ભૂલકાઓ માટે વાપીની શ્રી એલ જી હરિઆ મલ્ટિપર્પઝ સ્કુલ મા રમતોત્સવ નુ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અતિથી વિશેષ તરીકે શ્રી નિખિલ શેટ્ટી પ્રેસિડેન્ટ ઓફ એલ જી હરિઆ એલુમ્ની વેલફેર એસોસિયેશન અને વાઈસ પ્રેસિડેન્ટ શ્રીમતી વર્ષા કાકડે ઉપસ્થિત રહ્યાં હતાં. શાળા ના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી એ કે શાહ પણ પોતાનો અમૂલ્ય સમય ફાળવી બાળકો ને પ્રોત્સાહિત કરવા માટે ઉપસ્થિત રહયા હતા.કાર્યક્રમની શરૂઆત નાના ભૂલકાઓ દ્વારા મંગલમય પ્રાર્થના દ્વારા કરવામાં આવી .ત્યારબાદ અતિથી વિશેષ દ્વારા હવા મા ફુગ્ગા ઉડાડી રમતોત્સવ નો શુભારંભ કરવામાં આવ્યો. બાળકો માટે 50મીટર દોડ,ઓબ્સટેકલ રેસ જેવી શ્રેષ્ઠ રમતો નુ આયોજન કરવામાં આવ્યું હતું. સૌથી વિશેષ બાળકો અને એમના વાલીઓ માટે અલગ- અલગ રમતો જેવી કે સ્ટેપ ઓન મી, ગેટ સેટ ગો, બેલેન્સ એન્ડ રન,કેપ અેન્ડ બોલ હારમની, ટોસ ધ બોલ જેવી રમતો નુ આયોજન કરવામાં આવ્યું હતું જેને નિહાળી સૌ ખૂબ જ આનંદિત થઇ ગયા હતા. આમંત્રિત મહાનુભાવો ના હસ્તે વિજેતા વિદ્યાર્થીઓને મેડલ તેમજ પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું. શાળા ના મેનેજમેન્ટ અને આચાર્યા શ્રીમતી બિન્ની પૌલે શાળા પરિવાર વતી સૌને કાર્યક્રમ ની સફળતા બદલ અભિનંદન પાઠવ્યા।
प्लीज लाइक सेयर एण्ड कॅमेन्ट करे।
Average Rating