કેબીએસ એન્ડ નટરાજ કોલેજ ક્વીઝ સ્પર્ધા માં ઝળકી।

Views: 450
1 0

Read Time:1 Minute, 48 Second

કેબીએસ એન્ડ નટરાજ કોલેજ ક્વીઝ સ્પર્ધામાં ઝળકી।વાપી : અત્રે ચણોદ કોલોની સ્થિત કેશવજી ભારમલ સુમેરિયા એન્ડ નટરાજ પ્રોફેશનલ સાયન્સિસ કોલેજ, વાપીમાં વિઘાર્થીઓને ક્વીઝ અને ઈલોક્યુશન માટે પણ માર્ગદર્શન પૂરુ પાડવમાં આવે છે. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, સુરત અંતર્ગત યુનિવર્સિટીના કેમેસ્ટ્રી વિભાગમાં અનુસ્નાતક વિધાર્થીઓ માટે ઈન્ટર કોલેજ ક્વીઝ અને ઈલોક્યુશન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યુ હતું. આ સ્પર્ધામાં યુનિવર્સિટીની વિવિધ કોલેજોમાંથી ૯૦ ટીમોએ ભાગ લીધો હતો. સદર કોલેજમાંથી પણ આ સ્પર્ધામાં ભાગ લઈ મીશ્રા સાક્ષી અરવિંદ (એમ.એસ.સી.કેમેસ્ટ્રી-૧) અને ચૌધરી સઈમા (એમ.એસ.સી. કેમેસ્ટ્રી-૨) સમગ્ર સ્પર્ધામાં ૫ રાઉન્ડ પસાર કરીને દ્વિતીય સ્થાને રહ્યા હતા. આ વિધાર્થીઓને કોલેજના રસાયણશાસ્ત્રના મદદનીશ પ્રાધ્યાપક કુમારી ખુશ્બ દેસાઈએ માર્ગદર્શન પુરુ પાડ્યુ હતું. આમ સમગ્ર યુનિવર્સિટીમાં કોલેજનું નામ રોશન કરવા બદલ કોલેજના આચાર્ય ડો. પૂનમ બી. ચૌહાણે વિજેતાઓ, પ્રાધ્યાપકનો આભાર વ્યકત કરી જીવનમાં આગળ વધવાની શુભેચ્છા પાઠવી હતી।

प्लीज लाइक सेयर एण्ड कॅमेन्ट करे।

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

You may also like