શ્રી સ્વામિનારાયણ શિક્ષણ સેવા કેન્દ્ર સલવાવ ‘શિક્ષાપાત્રી’ ઓડીટોરીયમનું તથા ફાર્મસી કોલેજની પાંચ અધ્યતન લેબોરેટરીનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું. પ્રિ પ્રાયમરી સ્કૂલનો ફેસ્ટ ‘૨૦૨૨’માં બાળકોએ રંગારંગ કાર્યક્રમ રજુ કરી પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કર્યા।
શ્રી સ્વામિનારાયણ શિક્ષણ સેવા કેન્દ્ર સલવાવ ‘શિક્ષાપાત્રી’ ઓડીટોરીયમનું તથા ફાર્મસી કોલેજની પાંચ અધ્યતન લેબોરેટરીનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું. પ્રિ પ્રાયમરી સ્કૂલનો ફેસ્ટ ‘૨૦૨૨’માં બાળકોએ રંગારંગ કાર્યક્રમ રજુ કરી પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કર્યા. વાપી ૨૩શ્રી સ્વામિનારાયણ શિક્ષણ સેવા કેન્દ્ર સલવાવ સંકુલમાં નિર્માણ કરાયેલા ૧૫૦ બેઠક ક્ષમતા ધરાવતા અત્યાધુનિક ‘શિક્ષાપાત્રી’ ઓડીટોરીયમનું પદ્મશ્રી ગફુરભાઈ બિલખીયાના હસ્તે અને શ્રીમતી ભાવનાબેન નાનુભાઈ બાંભરોલીયા સ્વામિનારાયણ ફાર્મસી કોલેજની પાંચ લેબોરેટરી ફાર્માસ્યુટિક્સ, હ્યુમન અનાટોમી એન્ડ ફિસીયૉલોજી, ફાર્માસ્યુટિકલ કેમેસ્ટ્રી , ફાર્માસ્યુટિકલ એનાલીસીસ અને ફાર્માકોગનોસી એમ પાંચ લેબને અધ્યતન સાધનોથી સજ્જ કરી પુનઃનિર્માણ બાદ સંસ્થાના મેનેજિગ ટ્રસ્ટી પૂજ્ય પુરાણી સ્વામી કપિલજીવનદાસજીના વરદ હસ્તે ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત પ્રી પ્રાયમરી સ્કુલના ૫૦૦ થી વધુ બાળકોએ સુંદર રંગારંગ કાર્યક્રમ ફેસ્ટ.-૨૦૨૨ રજુ કરી પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કર્યા હતા. આ પ્રસંગે પૂજ્ય પુરાણી સ્વામીજીએ આશીર્વચન આપ્યા હતા. પદ્મશ્રી ગફુરભાઈ એ શિક્ષાપત્રીનું મહત્વ સમજાવી તેને પ્રત્યેક વ્યક્તિએ દૈનિક જીવન કેમ જીવવું તેની જડીબુટ્ટી સમાન ગણાવ્યો હતો. તેમણે પોતાના હસ્તે આ “શિક્ષાપત્રી” ઓડીટોરીયમનું ઉદ્ઘાટન થયું તે અંગે ગૌરવની લાગણી વ્યક્ત કરી હતી. પૂજ્ય કપિલ સ્વામીજીએ પ્રસંગોચિત ઉદબોધન કરતા ઉપસ્થિત વાલીગણને શિક્ષણ સાથે સંસ્કારનું સિંચન, દેશભક્તિનું રોપણ કરવા હાંકલ કરી સુંદર રંગારંગ કાર્યક્રમ રજુ કરનાર બાળકોને તથા તેના શિક્ષકોને અભિનદન આપ્યા હતા. સામજિક આગેવાન અને દાતા ભરતભાઈ ટાંક ઉપસ્થિત રહી ગરીબ દીકરીઓના શિક્ષણ માટે મોટું દાન જાહેર કર્યું હતું. કચ્છી ભાનુશાળી સમાજના પ્રમુખે પણ સંસ્થાના શિક્ષણ, શિસ્ત અને સંસ્કારના રોપાણના અનોખા સંગમની પ્રસંશા કરી હતી.આ પ્રસંગે સમગ્ર દક્ષિણ ગુજરાત માંથી મોટી સંખ્યામાં સંતો, મહાનુભાવો આગેવાનો તથા ટ્રસ્ટીશ્રી બાબુભાઈ સોડવડીયા, શ્રી હરેશભાઈ બોઘાણી, મનસુખભાઈ ગોંડલીયા, શ્રીમતી જયશ્રીબેન સોડવડીયા, શ્રીમતી દયાબેન બોઘાણી, શ્રીમતી યોગીનીબેન ગોંડલીયા તથા કેમ્પસના એકેડેમિક ડિરેકટર ડૉ. શૈલેષ વી. લુહાર, કેમ્પસ એડમીન ડિરેકટર શ્રી હિતેન બી. ઉપાધ્યાય, આચાર્યશ્રી ડૉ. સચિન બી. નારખેડે, આચાર્યશ્રી ચંદ્રવદન પટેલ, આચાર્યશ્રી શ્રીમતી મીનલ દેસાઈ, આચાર્યશ્રી આશા દામા, આચાર્યશ્રી રીનાબેન દેસાઈ, આચાર્યશ્રી દક્ષાબેન પટેલ, આચાર્યશ્રી નીતુ સિંગ તથા ૮૦૦ થી વધુ વાલીગણ ઉપસ્થિત રહ્યા હતા।
प्लीज लाइक सेयर एण्ड कॅमेन्ट करे।
Average Rating