લાયન્સ મિત્રોની ટ્રાફિક અવેરનેસ વિષયે “ચાય પે ચર્ચા”
લાયન્સ ડિસ્ટ્રિક્ટ ૩૨૩૨ એફ ટુ ના ગવર્નર લાયન પરેશ પટેલના માર્ગદર્શન હેઠળ કાર્યરત, લાયન્સ ડિસ્ટ્રિક્ટના વિવિધ સેવાકાર્યો પૈકીના એક, ટ્રાફિક અવેરનેસ વિષયે સહયોગ, સલાહ, સૂચન અને માર્ગદર્શન મેળવવાના હેતુસર લાયન્સ મિત્રોએ વાપી વિભાગના ડીવાયએસપી બી.એન.દવેની બુધવારે તા.૧૯ ફેબ્રુઆરીના રોજ મુલાકાત લીધી હતી. જેમાં એનજીઓ તરીકે પોલીસ વિભાગના વિવિધ અધિકારીઓ સાથે મળીને ભવિષ્યમાં વિવિધ સ્કુલો અને ફેક્ટરીઓમાં મુલાકાત લઈને ટુ વ્હીલર ચલાવતી વખતે હેલ્મેટના ઉપયોગનો આગ્રહ રાખી વાહન ચાલકોને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા માટે અપીલ કરવાના કાર્યક્રમની ભાવિરૂપરેખા તૈયાર કરવાનું નક્કી કરવામાં આવ્યુ હતું. સમગ્ર ચર્ચામાં લાયન્સના પાસ્ટ ડિસ્ટ્રીક્ટ ગવર્નર પી.ડી.ખેડકર, વાઈસ ડિસ્ટ્રિક્ટ ગવર્નર હેમલભાઈ પટેલ, પ્રોજેક્ટ ચેરપર્સન વડિલ રામસિંહ દેસાઇ, પ્રોજેક્ટ કો-ઓર્ડિનેટર સતિશ પટેલ, સમીર પરીખ, પી.એ.પટેલ, પ્રતિક શાહ, કિર્તી ખિલોસીયા, બીપીનભાઈ પટેલ, ધર્મેન્દ્ર કાપડિયા, ટ્રાફિક વિષયના રીજીયન કો-ઓર્ડિનેટર સલીમ કુરેશી અને ટ્રાફિક વિષયના ડિસ્ટ્રીક્ટ કો-ઓર્ડિનેટર ગિરીશ પટેલ હાજર રહ્યા હતાં।
Average Rating