કેબીએસ એન્ડ સાયન્સ કોલેજમાં સૅમિનાર યોજાયો।
વાપી: અત્રેની ચણોદ કોલોની સ્થિત કેશવજી ભારમલ સુમારીયા કોમર્સ એન્ડ નટરાજ પ્રોફેશનલ સાયન્સીસ કોલેજ વાપીમાં કોલેજના સેલ્ફ હેલ્પ ફોરમ અંતર્ગત અઠવાડિક શિક્ષકોની ઉજવણી ના ભાગરૂપે કોલેજના સૅમિનાર હોલમાં વાપી અને આસ પાસના વિદ્યાર્થીઓ C 5 ક્ષેત્રમાં ઉજવળ કારકિર્દી બનાવી શકે તે હેતુ થી Student Development Program on Career in Company Secretary ના થીમ હેઠળ એક દિવસીય સૅમિનાર નું આયોજન કરવામાં આવ્યું હતું. આ સૅમિનાર માં કોલેજના મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. આ સેમિનારમાં મુખ્ય વક્તા તરીકે હાજર રહેલ સી. એસ. વિરલ જોષી મેડમે વિદ્યાર્થીઓને સી.એસ. વિષે સંપૂર્ણ માહિતગાર કરીને CS ના પ્રવેશ થી લઈને પરીક્ષા પદ્ધતિ, પાસીંગ માર્ક્સ તેમજ પરીક્ષા ની કેવી રીતે તૈયારી કરવાની વગેરે તમામ બાબતો ખુબજ ઊંડાણથી માર્ગદર્શન આપી Cડ ક્ષેત્રમાં રહેલ ઉજવળ ભવિષ્યની તકોથી પણ માહિતગાર કર્યા હતા. સેમિનારમાં વિદ્યાર્થીઓએ પણ સવાલ પૂછી ને પોતાની મૂંઝવણ દૂર કરી હતી. સૅમિનાર નું આયોજન તેમજ સંચાલન સેલ્ફ હેલ્પ ફોરમ ના કૉ- ઓર્ડીનેટર ડૉ. દીપક સાંકી તેમજ સહાયકો ડૉ. યતીન વ્યાસ, ડૉ. ક્રિષ્ના રાજપૂત અને કુમારી રિઆ દેસાઈ ના સહકારથી થયું હતું. આમ સૅમિનાર સફળ રહેતા કોલેજના આચાર્ય ડૉ. પુનમ બી. ચૌહાણે સેમિનારના વક્તા, સેલ્ફ હેલ્પ ફોરમ, વિદ્યાર્થી મિત્રો, સ્ટાફ ગણનો આભાર માની Cડ ક્ષેત્રમાં વાપી અને આસપાસ ના વિદ્યાર્થીઓ કારકિર્દી ઘડી શકે તે માટે માર્ગદર્શન આપવાની સાથે પ્રોત્સાહિત કરવા માટે આહવાન આપ્યું હતું।
प्लीज लाइक सेयर एण्ड कॅमेन्ट करे।
Average Rating