કે.બી.એસ. કોમર્સ અને નટરાજ પ્રોફેશનલ સાયન્સ કોલેજના “એન.એસ.એસ.ની ખાસ શિબિર” યોજાઈ।
અત્રે ચણોદ સ્થિત કે.બી. એસ કોમર્સ અને નટરાજ પ્રોફેશનલ સાયન્સ કોલેજ વાપીમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, સુરત અંતર્ગત N.S.S. (રાષ્ટ્રીય સેવા યોજના) યુનિટ કાર્યરત છે. આખા વર્ષ દરમ્યાન N.S.S. ના સ્વયંસેવકો વિવિઘ સેવાકીય પ્રવૃતિઓ તેમજ જાગૃતિ અભિયાનમાં જોડાઈને વ્યક્તિ, સમાજ અને દેશના વિકાસમાં ભાગીદાર બને છે. સદર કોલેજના N.S.S. યુનિટનો વાર્ષિક શિબિર, “આદિવાસી વિકાસ મંડળ સંચાલિત આશ્રમ શાળા, ભેંસદરા”, તા. ધરમપુર, જિ. વલસાડ મુકામે યોજાયો હતો. જેમાં ૫૦ સ્વયંસેવકો અને N.S.S.ના પ્રોગ્રામ ઓફિસર ડો. ખુશ્બુ બી. દેસાઈ અને સભ્યોમાં ડો. મયુર પટેલ, શ્રી જિગર ટંડેલ, સુશ્રી મમતા યાદવએ ભાગ લીઘો હતો. શિબિરના ઉદ્ઘાટનમા ડો. સી. કે. પટેલ (કેમ્પસ ડાયરેકટર કે.બી.એસ. કોલેજ, વાપી) તથા અતિથિ વિશેષ શ્રી ચિરાગ પટેલ (ચેરમેન-આઈ ડ્રીમ ફાઉંડેશન વાપી) તેમજ આશ્રમશાળાના આચાર્ય હિતેશભાઈ ઠુમ્મર તેમજ અતિથિ વિશેષ તરીકે શ્રીમતિ અપેક્ષાબેન પટેલ (તાલુકા પંચાયત કારોબારી સભ્યશ્રી, ધરમપુર) અને શ્રી ભરતભાઈ ડબકયા(સરપંચશ્રી, ભેંસદરા) હાજર રહ્યા હતા. મહાનુભવોએ N.S.S. ના સૂયંસેવકો તેમજ આશ્રમશાળાના વિદ્યાર્થીઓને N.S.S. ના કાર્યની વિગતવાર માહિતી આપતા વ્યક્તિ, સમાજ અને દેશના વિકાસમાં ભાગીદાર બનવા અનુરોઘ કર્યો હતો. શિબિરના સપ્તાહ દરમ્યાન ગામના ખેડુતોને અને વિદ્યાર્થીઓને “મશરૂમની ખેતીની તાલીમ” (ગાયત્રી બિસ્ટ્, વિજ્ઞાન કેન્દ્ર ધરમપુર), આશ્રમશાળાના ૨૦૩ વિઘાર્થીઓ માટે “લોહીની ગ્રુપ ચકાસણી કે” (રક્તદાન કેન્દ્ર, વલસાડ), કુદરતી આપાતકાલીન દરમ્યાન સ્વ-બચાવ માટેની તાલીમ (શ્રી મુકેશભાઈ ઉપાધ્યાય, વાપી), શ્રી ચિરાગ પટેલ (ચેરમેન-આઈ ડ્રીમ ફાઉંડેશન વાપી) દ્વારા “ડોમેસ્ટ્રીક સોલીડ વેસ્ટ્ મેનેજમેન્ટ સેમિનાર” તથા “વિઘાર્થીઓ માટે રમત-ગમતના સાધનો” ભેટ કર્યા હતા. ડો. ચિંતન પટેલ (ટવીન સીટી મલ્ટી-સોસપાલીટી ક્લીનીક, વાપી) “વ્યક્તિગત સ્વચ્છતા પર આરોગ્ય સંભાળ સેમીનાર નું આયોજન કરી ગ્રામજનો તેમજ સ્કુલના વિઘાર્થીઓ માટે “મેડિકલ હેલ્થ ચેકઅપ કેમ્મ્પ્ર” કરી જરૂરી દવાઓ પૂરી પાડવામાં આવી હતી. આ ઉપરાંત N.S.S. સ્વયંસેવકોએ દરરોજની પ્રભાતફેરીમાં ગ્રામજનોની મુલાકાત લઈ સમાજમાં ચાલતા કુપોષણ, વ્યસન મુકૃતિ તથા શિક્ષણ માટે શેરી નાટકો કરીને જાગૃત કર્યા હતા. ગ્રામજનો અને શાળાના બાળકો માટે રાત્રિ દરમ્યાન વિવિધ સાંસ્કૃતિક પ્રવૃતિઓ, રમતો, સંગીત, નાટિકા તથા નૃત્યકલાનું આયોજન કરેલુ હતું. કેમ્પ દરમ્યાન દરરોજના રસોઈકામની વ્યવસ્થા સ્વયંસેવકો દ્વારા તથા શાળાના મેદાનની સફાઈ કરવામાં આવી હતી. આ ઉપરાંત શિબિરના દિવસો દરમ્યાન “ગામના જરૂરિયાતમંદ તથા શાળાના બાળકોને “વસ્ત્રદાન તથા કોલેજ્ના ટ્રસ્ટીઓ તરફથી નોટબુક, પેનનો સેટ તથા ચોકલેટનું વિતરણ કરવામાં આવ્યુ હતું. શિબિર દરમ્યાન દરરોજ N.S.S. સ્વયંસેવકોએ ૧ કલાક કાર્યશાળા (સંસ્કૃારોનું સિંચન કરતા જરૂરી શ્લોકો તથા હનુમાનચાલીસાનો અભ્યાસ) રાખેલ હતી. શિબિરના સમાપન પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે કોલેજના આચાર્ય ડો. પૂનમ બી. ચૌહાણ તેમજ ડો. ચિંતન પટેલ (ટટ્વીન સીટી મલ્ટી-સ્પ્રેસ્પાલીટી ફ્લીનીક, વાપી) તેમજ કોલેજથી ડો. મયુર ગહેલોત (સાયન્સ ચીફ કો-ઓર્ડિનેટર) અને શ્રીમતિ શિવાલી ગજરે તથા ડો. દિપક સાંકી (કોમર્સ ચીફ કો-ઓર્ડિનેટર) હાજર રહ્યા હતા. ડો. પૂનમ બી. ચૌહાણે તેમના વ્યવયમાં N.S.S. ના સ્વયંસેવકોને તેમની સેવાકીય કામગીરીને બિરદાવતા ભવિષ્યમાં પણ તેઓ ઉમદા સેવાના કાર્યમાં જોડાઈને દેશના વિકાસ માટે ભાગીદાર બને તેવું આહવાન આપ્યુ હતું. વાર્ષિક શિબિરના ઉમદા કાર્ય માટે N.S.S. યુનિટના પ્રોગ્રામ ઓફિસર ડો. ખુશ્બુ બી. દેસાઈએ ભારે જહેમત ઉઠાવી હતી. આમ સમગ્ર N.S.S. વાર્ષિક શિબિર સફળ રહેતા કોલજના આચાર્યએ ધરમપુર વિઘાનસભા ક્ષેત્રના ધારાસભ્ય તથા N.S.S. વાર્ષિક શિબિર માટે યજમાન શાળાની વ્યવસ્થા પૂરી પાડનાર આદિવાસી વિકાસ મંડળના ટ્રસ્ટ્રીશ્રી અરવિંદભાઈ પટેલ તેમજ N.S.S.ના પ્રોગ્રામ ઓફિસર ડો. ખુશ્બુ બી. દેસાઈ તથા તેમની ટીમ અને સ્વયંસેવકોનો આભાર વ્યક્ત કર્યો હતો।
Average Rating