લોકોનાં ‘ગોલ્ડન અવર્સ થી લઈને પ્લેટિનમ મિનિટ’ ને પણ સાચવતા 108નાં કર્મયોગીઓનું થયું સન્માન।

Views: 260
1 0

Read Time:2 Minute, 20 Second

આજરોજ વલસાડ જીલ્લાના શ્રી કે. એ ચ. દેસાઈ પુરુષ અધ્યાન મંદિર કૉલેજ બલીઠા, તા :વાપી ખાતે ૭૫માં પ્રજાસતાક પર્વની જીલ્લા કક્ષાની ઉજવણીના ભાગરૂપે ધ્વજવંદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વિવિધ ડિપાર્ટમેન્ટ ના ટેબ્લૉનું પ્રદર્શન પણ કરવામાં આવ્યું હતું જેમાં ઈ. એમ.આર. આઈ. ગ્રીન હેલ્થ સર્વિસીસ તરફથી ૧૦૮ એમ્બ્યુલન્સ, ખિલખિલાટ એમ્બ્યુલન્સ, ધન્વંતરિ આરોગ્યરથ, કરુણા એનિમલ એમ્બ્યુલન્સ, ૧૮૧ મહિલા અભયમ વાન નું પણ ટેબ્લૉમાં પ્રદર્શન કરાયું હતું. આ પ્રસંગે માનનીય મંત્રી શ્રી મુકેશ પટેલ સાહેબ કલેકટરશ્રી છીપ્રા અગ્રે મેડમ ના વરદ હસ્તે વર્ષ દરમિયાન શ્રેષ્ઠ કામગીરી કરનારા કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું જેમાં ઈમરજન્સીની ઘટનાઓમાં ગોલ્ડન કલાકો થી આગળ વધીને પ્લેટિનમ મિનિટમાં લોકોના જીવ બચાવતી ૧૦૮ એમ્બ્યુલન્સ ના કર્મચારીઓનું પણ એવોર્ડ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ વર્ષે શ્રેષ્ઠ કામગીરી બદલ ૧૦૮ સેવાના પાઇલોટ મલેશ સિંધા , ઇ.એમ.ટી. ભાવેશ પટેલ ને સન્માનિત કરાયા હતા તેમજ ધન્વંતરિ આરોગ્ય રથ પ્રોજેકટ માંથી પાયલોટ કલ્પેશ પટેલ અને એ લ ટી મિતેશ પટેલ ને મંત્રી શ્રી મુકેશ પટેલ ના વરદ હસ્તે એવૉર્ડ આપીને સન્માનિત કરાય હતા. આ પ્રસંગે ૧૦૮ સેવા તરફથી પ્રોગ્રામ મેનેજર કમલેશ પઢીયાર તથા ઇમરજન્સી મેનેજમેન્ટ એક્ઝીક્યુટીવ સંજય વાઘમારે એમ.એચ.યુ પ્રોજેકટ કોરડીનેટર નિમેષ પટેલ હાજર રહ્યા હતા અને તમામ એવૉર્ડ મેળવનારાઓ નું ઉત્સાહ વધાર્યો હતો।

प्लीज लाइक सेयर एण्ड कॅमेन्ट करे।

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

You may also like