વાપી ની શ્રી એલ જી હરિઆ મલ્ટિપર્પઝ શાળા ના વિદ્યાર્થીઓ ઝળક્યા।
લાયન્સ સ્કુલ સેલવાસ દ્વારા આંતર શાળા ” લાયનેટ માઈન્ડ સ્પેસ આઈ ટી ટેલેન્ટ શો”અંતર્ગત પ્રતિયોગિતા નુ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વાપી અને સેલવાસ ની વીસ જેટલી શાળાઓના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો જેમાં વાપી ની શ્રી એલ જી હરિઆ મલ્ટિપર્પઝ શાળા ના ધોરણ આઠની વિદ્યાર્થીની સુનિતા શેખાવત અને દિવ્યાંકા પાંડા એ સાઈબર સિક્યોરિટી વિષય પર પીપીટી પ્રદર્શિત કરી દ્વિતીય સ્થાન પ્રાપ્ત કર્યું છે. અને ધોરણ આઠ ના વિદ્યાર્થીઓ પ્રયાગ કુલકર્ણી અને આરાધ્યા તિવારી એ તૃતિય સ્થાન બ્લોક કોડિંગ-સેલ્ફ ડેવલપ ગેમ મા પ્રાપ્ત કર્યું છે જ્યારે ધોરણ અગિયારના વિદ્યાર્થીઓ માન દેસાઈ અને યેશા વશી એ વેબ ડેવલપમેન્ટ -ઈ-કોમર્સ સાઈટ બનાવી તૃતિય સ્થાન પ્રાપ્ત કરી શાળાને ગૌરવ અપાવ્યું છે. શાળા ના મેનેજમેન્ટ અને આચાર્યા શ્રીમતી બીની પૌલે શાળા પરિવાર વતી વિજેતા વિદ્યાર્થીઓ અને તેમની માર્ગદર્શક શિક્ષકો ની ટીમને મેળવેલ સફળતા બદલ અભિનંદન પાઠવ્યા હતા।
Average Rating