આર. કે. દેસાઈ કોલેજ ઓફ એજ્યુકેશન વાપીમાં “વંદે માતરમ્” 150 વર્ષ નિમિત્તે ઉજવણી।

આર. કે. દેસાઈ કોલેજ ઓફ એજ્યુકેશન વાપીમાં “વંદે માતરમ્” 150 વર્ષ  નિમિત્તે ઉજવણી।
Views: 265
4 0

Read Time:1 Minute, 41 Second

વાપી સ્થિત આર.કે. દેસાઈ કોલેજ ઓફ એજ્યુકેશનમાં “વંદે માતરમ્” ગીતના 150 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ ના પ્રારંભે પ્રા. પિયુષ પટેલ દ્વારા બંકિમચંદ્ર ચટોપાધ્યાયનો જીવન પરિચય તાલીમાર્થીઓ સમક્ષ પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા રજૂ થયો હતો ત્યારબાદ. પ્રધ્યાપકો અને તાલીમાર્થીઓ દ્વારા “વંદે માતરમ્” મૂળ ગીતનું સમૂહગાન કરવામાં આવ્યું હતું ત્યારબાદ ડો વૈશાલી દેસાઈ દ્વારા સરકારશ્રી દ્વારા આદેશિત સ્વદેશી અપનાવો શપથ વિધિ કરવામાં આવી હતી દેશપ્રેમ, આત્મનિર્ભરતા તથા ભારતીય સંસ્કૃતિ પ્રત્યેની પ્રતિબદ્ધતાને નવી ઊર્જા આપતો પ્રસ્તુત કાર્યક્રમનો મુખ્ય હેતુ શિક્ષક તાલીમાર્થીઓ માં રાષ્ટ્રીય એકતા, સ્વાભિમાન અને સ્વદેશી વસ્તુનો રોજબરોજ ઉપયોગ કરે એ હતો. સમગ્ર કાર્યક્રમનું માર્ગદર્શન આચાર્ય ડૉ. પ્રીતિ ચૌહાણ દ્વારા પૂરું પાડવામાં આવ્યું હતું. રાષ્ટ્રીય ગરિમા ને ઉજાગર કરતા આ કાર્યક્રમનું આયોજન કરવા બદલ સંસ્થાના ચેરમેનશ્રી મીલન દેસાઈ તથા કેમ્પસ ડાયરેક્ટર ડૉ. મિત્તલ શાહએ અભિનંદન પાઠવ્યા હતા।

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

You may also like