ચારણ ગઢવી સેવા સમાજ ટ્રસ્ટ વલસાડના ઉપક્રમે વિશ્વ વંદનીય પૂજ્ય શ્રી સોનલ આઈ ના 101 માં જન્મોત્સવની ઉજવણીનું તારીખ 1- 1- 2025 બુધવારના રોજ વલસાડ ખાતે ભવ્ય આયોજન કરવામાં આવેલ છે।

Views: 323
0 0

Read Time:3 Minute, 3 Second

ચારણ ગઢવી સેવા સમાજ ટ્રસ્ટ વલસાડ દ્વારા છેલ્લા 38 વર્ષથી દર વર્ષે પોષ સુદ બીજ ના દિવસે આઈ શ્રી સોનલ માના જન્મોત્સવની ઉજવણી કરવામાં આવે છે. તેમજ ગુજરાત રાજસ્થાન સહિત સમગ્ર દેશ તથા વિદેશમાં પણ જ્યાં જ્યાં ચારણ ગઢવી સમાજના લોકો રહે છે ત્યાં સોનલ માના જન્મોત્સવનું આયોજન કરવામાં આવે છે. તારીખ 1 1 2025 બુધવારના રોજ ચંદ્રમૌલેશ્વર મહાદેવ મંદિર સુગર ફેક્ટરી પાસે નેશનલ હાઈવે વલસાડ પર યોજવામાં આવેલ આ ભવ્ય જન્મોત્સવમાં સવારે 9:30 કલાકે માતાજીની શોભાયાત્રા 10 કલાકે આરતી મહાપૂજા 10:30 કલાકે સમાજના તમામ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન ઇનામ તથા બપોરે 1:00 વાગ્યે મહાપ્રસાદ 2:00 વાગે રાસ ગરબા અને સાંજે છ કલાકે આરતી મહાપૂજા તથા રાત્રે 9:30 કલાકે સંતવાણી નું આયોજન કરવામાં આવેલ છે. દર વર્ષની માફક આ વર્ષે પણ વલસાડ નવસારી ડાંગ જિલ્લા ઉપરાંત દમણ સેલવાસ દાદરા નગર હવેલી વિસ્તારોમાં રહેતા ચારણ ગઢવી સમાજના સભ્યો ઉપરાંત અન્ય તમામ જ્ઞાતિના આઈ શ્રી સોનલ માં ના ભક્તો ઉપાસકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેનાર છે તથા આ કાર્યક્રમમાં આમંત્રિત સંતો તથા તમામ સમાજના અગ્રણી આગેવાનો ઉદ્યોગપતિઓ બિલ્ડરો અધિકારીઓ તથા પદાધિકારીઓ નું સમાજ દ્વારા સન્માન કરવામાં આવે છે. તેમજ રક્તદાન કેન્દ્ર વલસાડના સહયોગથી રક્તદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવેલ છે. જેમાં રક્તદાન કરનાર તમામ દાતાઓને પ્રોત્સાહિત કરવા ભેટ આપવામાં આવે છે. સોનલ બીજ ના આ ભવ્ય કાર્યક્રમમાં દિવસ દરમિયાન રાસ ગરબા ના કાર્યક્રમમાં સુપ્રસિદ્ધ કલાકારો સાજણ ગઢવી ઉમેશ ગઢવી તથા સીતાબેન રબારી રાસ ગરબાની રમઝટ બોલાવશે તથા રાત્રિના 9:30 કલાકે આયોજિત સંતવાણી ના કાર્યક્રમમાં પ્રખ્યાત કલાકારો શ્રી પિયુષ મિસ્ત્રી ગોવિંદ ગઢવી કરણદાન ગઢવી તથા સીતાબેન રબારી ભજન લોકગીત ની સુરમયી રજૂઆત કરશે. ચારણ ગઢવી સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા આયોજિત 101મા સોનલ બીજ મહોત્સવમાં સર્વ જ્ઞાતિ સમાજના શ્રદ્ધાળુ ભક્તોને લાભ લેવા ચારણ ગઢવી સેવા સમાજ ટ્રસ્ટના પ્રમુખશ્રી જીતુભાઈ રત્નુ્ની અખબાર યાદીમાં આમંત્રણ આપવામાં આવેલ છે।

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

You may also like