વાપી એસટી ડેપોમાં પાંચ જેટલી નવી બસ નું ઉદઘાટન ગુજરાત રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી અને ગુજરાત સરકારના નાણા. ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે કરવામાં આવ્યું હતું ।

Views: 411
1 0

Read Time:1 Minute, 46 Second

વાપી એસ.ટી .ડેપોના કામ ચલાવ સ્ટેન્ડ બલીઠા વાપી પૂર્વમાં ગુજરાત સરકાર દ્વારા વલસાડ વિભાગ વાપી ડેપોને પાંચ જેટલી નવીન બસો આપવામાં આવેલ જેમાં સરકારના નાણા વિભાગ સંભાળતા માન્ય કનુભાઈ દેસાઈના હસ્તે આજરોજ પાંચ જેટલી બસોનું રીબીન કાપી અને લીલી જંડી આપી આજરોજ પ્રસ્થાન કરાવેલ જેમાં વાપી નગરપાલિકા પ્રમુખ શ્રીમતી કાશ્મીરાબેન શાહ વાપી ઇન્ડસ્ટ્રીઝ એસોસિયેશનના પ્રમુખ સતિષભાઈ પટેલ માજી વિ.આઇ.એ .પ્રમુખ કમલેશભાઈ પટેલ વાપી નગરપાલિકા કારોબારી અધ્યક્ષ મિતેશભાઇ દેસાઈ ઉપસ્થિત રહી નવી બસને લીલી ચંડી આપવામાં આવેલ વધુમાં નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈ દ્વારા તેમના સંબોધનમાં વાપી ડેપોને તમામ નવી બસો આપવામાં આવશે તેમ જ કર્મચારી મંડળ વલસાડના મહામંત્રી ધનસુખભાઈ .એમ .પટેલની રજૂઆત સંદર્ભે વાપી ડેપોને નવા શિડ્યુલ ચાલુ કરવાની તેમજ નવી બસો આપવા તેમજ એમ.એલ.એ ફોટામાં નવી બસો ફાળવી આપવા તેમજ હાઇવે ઉપર નવું બસ સ્ટેશન ફાળવી આપવાની રજૂઆત ને ટૂંક સમયમાં પૂર્ણ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. તમામ મહાનુભવનું સ્વાગત તથા આભાર વાપી ડેપો મેનેજર દ્વારા કરવામાં આવેલ છે।

प्लीज लाइक सेयर एण्ड कॅमेन्ट करे।

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

You may also like