આર.કે દેસાઈ. કોલેજ ઓફ એજ્યુકેશન, વાપી દ્વારા EPC:-2 નાટક અને કલા અંતર્ગત “ *અંધશ્રદ્ધા ને પાછળ છોડો* ” વિષય પર શેરી નાટકનું ભવ્ય આયોજન।

Views: 248
1 0

Read Time:1 Minute, 58 Second

બી.એડ એ શિક્ષકો માટેનો તાલીમ કેન્દ્ર છે. એક શિક્ષકનું જ્ઞાન તેના વિષય પૂરતું મર્યાદિત ન રહેવું જોઈએ. આ વાતને ધ્યાનમાં રાખીને બી.એડના તાલીમાર્થીઓમાં વિવિધ કલા કૌશલ્ય વિકસે એ માટે બી.એડ ના અભ્યાસક્રમમાં વિવિધ પ્રવૃત્તિઓનો સમાવેશ કરવામાં આવેલ છે. જેવા કે પુસ્તક સમીક્ષા કાવ્ય લેખન, એકપાત્ર અભિનય, કલા પ્રદર્શન, વગેરે. શેરી નાટક પણ એમાંનો જ એક ભાગ છે. આજના સમયમાં ઘણી એવી બાબતો છે જે અંગે સમાજમાં જાગૃતિ આવે એ જરૂરી છે. એમાંની જ એક બાબત છે અંધશ્રદ્ધા આજે અંધશ્રદ્ધા નું પ્રમાણ વધી રહ્યું છે જેને નાબૂદ કરવા માટે એક નાનો પ્રયાસ શેરી નાટક દ્રારા કરવામાં આવ્યો હતો. જેનો વિષય છે “અંધશ્રદ્ધાને પાછળ છોડો”આ નાટકની રજૂઆત પારડીના રેલ્વેસ્ટેશનની બાજુની એક સોસાયટી સાઈનાથ રેસિડેન્ટસી મા કરી હતી. જેનું આયોજન *ધોડી જયશ્રી, કાઠેકર ખુશ્બુ,પટેલ મિતાલી, ભટ્ટ વિધિ, પટેલ કિર્તિ, નિધિ ભાનુશાલી* દ્વારા કરવામાં આવ્યું હતું. શેરી નાટકનું સંપૂર્ણ માર્ગદર્શન ડો.સારિકા પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. આ સુંદર આયોજન કરવા બદલ સંસ્થાના *ચેરમેન શ્રી મિલન દેસાઈ તથા સંસ્થાના કેમ્પસ ડાયરેક્ટર ડોક્ટર મિતલ શાહ કોલેજના આચાર્ય ડો.પ્રીતિ જે ચૌહાણ અને સમગ્ર અધ્યાપકોએ* અભિનંદન પાઠવ્યા હતા।

प्लीज लाइक सेयर एण्ड कॅमेन्ट करे।

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

You may also like