કેબીએસ અને નટરાજ કોલેજના એનએસએસ યુનિટ દ્વારા “ વિચાર ગોષ્ઠી અને ગુરુ વંદના” કાર્યક્રમનું આયોજન થયું।
કેબીએસ અને નટરાજ કોલેજના એનએસએસ યુનિટ દ્વારા “ વિચાર ગોષ્ઠી અને ગુરુ વંદના” કાર્યક્રમનું આયોજન થયું।ચણોદ કોલોનિ સ્થિત કેબીએસ કોમર્સ અને નટરાજ પ્રોફેશનલ સાયન્સિસ કોલેજ, વાપીના એનએસએસ યુનિટ દ્વારા 22જુલાઈના રોજ ગુરુ પૂર્ણિમાના અવસરે “ ભારતીય સંસ્કૃતિમાં ગુરુ પરંપરા અને ગુરૂનું મહત્વ” અંતર્ગત વિચાર ગોષ્ઠી અનેગુરુ વંદના” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમની ઉજવણીમાં મુખ્ય વક્તા તરીકે જાણીતા ઉદ્યોગપતિશ્રી પ્રફુલ વી. પટેલ હાજર રહ્યા હતા, જેમણે શિક્ષક-વિદ્યાર્થી સંબંધોની ભારતની સમૃદ્ધ પરંપરા વિશે છટાદાર રીતે વાતકરી હતી. તેમણે વિદ્યાર્થીઓને માર્ગદર્શન અને સંવર્ધન કરવામાં શિક્ષકોની અમૂલ્ય ભૂમિકા પર પ્રકાશ પાડ્યો અનેઉપસ્થિતોને હંમેશા તેમના શિક્ષકોનું સન્માન કરવા પ્રેરિત કર્યા. તેમજ હાજર રહેલ તમામ ગુરુઓનું NSS યુનિટના સ્વયંસેવકો દ્વારા પૂષ્પગુચ્છ તથા શુભેચ્છા કાર્ડ આપીને અભિવાદન કર્યું હતું. કોલેજના આચાર્ય ડૉ. પૂનમ બી. ચૌહાણે આ સાર્થકકાર્યક્રમનું આયોજન કરવા બદલ કૉલેજના NSS યુનિટ નાં પ્રોગ્રામ ઓફિસર ડૉ. ખુશ્બુ દેસાઈ અને સમગ્ર NSS યુનિટનોઆભાર વ્યક્ત કર્યો હતો. તેમજ ભવિષ્ય માટે શુભેચ્છા આપી હતી।
Average Rating