વિશ્વવિધાલય કક્ષા” ની સ્પર્ધામાં કે.બી.એસ. એન્ડ નટરાજ કોલેજના N.S.S. ના વિધાર્થીઓ ઝળક્યા।

Views: 216
1 0

Read Time:3 Minute, 9 Second

વાપી :- અત્રે ચણોદ કોલોની સ્થિત કેશવજી ભરમલ કોમર્સ એન્ડ નટરાજ પ્રોફેશનલ સાયન્સીસ કોલેજ વાપીમાં રાષ્ટ્રીય સેવા યોજના (N.S.S.) યુનિટની સેવા કાર્યરત છે. રાજ્યકક્ષાના એન.એસ.એસ. દિવસની ઉજવણી-૨૦૨૪ અંતર્ગત ભાગ લેવા માટે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સુરત ખાતે N.S.S. વિભાગ દ્વારા “વિશ્વવિધાલય કક્ષા” એ વિવિઘ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યુ હતુ. આ સ્પર્ધાઓમાં વિવિધ એન.એસ.એસ. સંલગ્ન કોલેજોના ૧૮૦ થી વધુ N.S.S. ના સ્વયંસેવકો/સેવિકાઓએ ભાગ લીઘો હતો. જેમાં સદર કોલેજમાંથી પણ ઘણા સ્વયંસેવકો/સેવિકાઓ દ્વારા વિવિઘ સ્પર્ધામાં ભાગ લઈ ઉત્કૃષ્ઠ દેખાવ કરતાં (૧) અર્વાચીન ગરબામાં વિદ્યાર્થીનીઓ પ્રથમ સ્થાન (૨) મોનો એકટીંગમાં વીર સનાસે (T.Y.B.C.A.) પ્રથમ સ્થાન (૩) વાજીંત્ર વાદન સ્પર્ધામાં ઉજ્જ્વલ દિપસિંહ (FY.B.Com) પ્રથમ સ્થાન તથા (૪) રંગોલીમાં કરણ વિશ્વકર્મા (S.Y.B.Com) બીજા સ્થાને રહ્યા હતા. પ્રથમ, દ્વિતીય અને તૃતીય સ્થાને રહેલ વિદ્યાર્થીઓને કાર્યક્રમમાં હાજર રહેલ મહાનુભવો ડો. કે. એન. ચાવડા (વાઈસ ચાઈન્સીલર V.N.S.G.U.) તથા ડો. પ્રકાશચંદ્ર પટેલ (N.S.S. પોગ્રામ કો – ઓર્ડિનેટર અને યુવક અને શારીરિક શિક્ષણ વિભાગના O.S.D.) તથા અન્ય મહાનુભવો દ્વારા અભિનંદન પાઠવતા હર્ષની લાગણી અનુભવી હતી. સદર સ્પર્ધામાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય સ્થાન મેળવનાર સ્વયંસેવકો તા. ૨૨ અને ૨૪ સપ્ટેમબર દરમિયાન ગુજરાત યુનિવર્સિટી અમદાવાદ, ખાતે યોજાનાર રાજ્ય કક્ષાની એન.એસ.એસ. દિવસની ઉજવણી ૨૦૨૪ ના ભાગરૂપે રાજ્ય કક્ષાની સ્પર્ધામાં ભાગ લઈ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીનું પ્રતિનિધિત્વ કરશે. તમામ સ્વયંસેવકોને તાલીમ તથા માર્ગદર્શન સદર કોલેજના N.S.S. પ્રોગ્રામ ઓફિસર ડૉ. ખુશ્બુ દેસાઈ દ્વારા આપવામાં આવ્યુ હતું. N.S.S. ના સ્વયંસેવકો દ્વારા ઉતૃષ્ઠ દેખાવ કરતા યુનિવર્સિટી કક્ષાએ કોલેજનું નામ રોશન કરવા બદલ કોલેજના આચાર્ય ડૉ. પૂનમ ચૌહાણે તેમજ ટ્રસ્ટીગણે આનંદ વ્યક્ત કરતા દરેક સ્વયંસેવકો તથા પોગ્રામ ઓફિસરનો આભાર વ્યકત કરી અભિનંદન પાઠવ્યા હતા।

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

You may also like