કુસ્તીમાં કે.બી.એસ કોમર્સ અને નટરાજ પ્રોફેશનલ સાયન્સીસ કોલેજ ચેમ્પીયન બની।
અત્રે ચણોદ સ્થિત કે.બી.એસ કોમર્સ અને નટરાજ પ્રોફેશનલ સાયન્સ કોલેજ વાપીમાં વિદ્યાર્થીઓને શિક્ષણની સાથે વિવિઘ રમતમાં પણ વિશેષ તાલીમ આપવામાં આવે છે. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, સુરત અંતર્ગત આંતર કોલેજ કુસ્તી (બોયઝ) સ્પર્ધામાં માંડવી એજ્યુકેશન સોસાયટી કોલેજ માંડવી ખાતે યોજાયેલ યોજાયી હતી. જેમાં યુનિવર્સિટીની વિવિઘ કોલેજમાંથી મોટી સંખ્યામાં કુસ્તીબાજોએ ભાગ લઈને સ્પર્ધાને સફળ બનાવી હતી. સદર કોલેજના વિદ્યાર્થીઓએ પણ વિવિધ કેટેગરીમાં ભાગ લઈ ઉત્કષ્ઠ દેખાવ કરતા કુસ્તી સ્પર્ધામાં ૬ ગોલ્ડ મેડલ, ૩ સિલ્વર મેડલ અને ૧ બોન્ઝ મેડલ મેળવી ચેમ્પીયન થયા. જેમાં વિદ્યાર્થીઓમાં ૧. સંતોષ પાલ (ગોલ્ડ મેડલ) T.Y.B.Com., ૨. બિકી પ્રજાપતિ (ગોલ્ડ મેડલ) T.Y.B.Com., ૩. વિશાલ ગોન્ડ (ગોલ્ડ મેડલ) T.Y.B.Com., ૪ હાર્દિક પટેલ (ગોલ્ડ મેડલ) T.Y.B.Com., ૫. સિંગ અમન બિરેંન્દ (ગોલ્ડ મેડલ) T.Y.B.Com., ૬. અનુરાગ મિશ્રા (ગોલ્ડ મેડલ) T.Y.B.Com. ૭. રાજેન્દ્ર યાદવ (ગોલ્ડ મેડલ)T.Y.B.Com. ૮. તુષાર દુબે (સીલ્વર મેડલ) F.Y.B.B.A. ૯. કાર્તિક ચેલ્લસ્વામી (સીલ્વર મેડલ) F.Y.B.C.A. 10. અંશુ મિશ્રા (બ્રોન્ઝ મેડલ) F.Y.B..Com. પ્રાપ્ત કરતા સમગ્ર યુનિવર્સિટીમાં કોલેજનું નામ રોશન કર્યુ છે. આ દરેક કુસ્તીબાજોને તાલીમ તથા માર્ગદર્શન કોલેજના શારીરિક શિક્ષણના મદદનીશ પ્રાધ્યાપક ડો. મયુર પટેલે તેમજ મદદનીશ શ્રી રોહિત સિંગ દ્વારા પુરુ પાડયુ હતું. આમ સમગ્ર યુનિવર્સિટીમાં કોલેજનું નામ રોશન કરવા બદલ કોલજના આચાર્ય ડૉ. પૂનમ બી. ચૌહાણે તથા ટ્રસ્ટીગણે દરેક વિજેતાઓનો તેમજ પ્રાધ્યાપકનો આભાર વ્યક્ત કરી ભવિષ્યમાં પણ વિજેતા થવા તેમજ કોલેજ અને દેશનું નામ રોશન કરવા માટે શુભેચ્છા પાઠવી હતી।
Average Rating