વાપીની શ્રી એલ જી હરિઆ મલ્ટિપર્પઝ શાળા મા 7મો આંતરસ્કુલ બાસ્કેટ બોલ ટુર્નામેન્ટ નુ આયોજન કરવામાં આવ્યું।

Views: 219
0 0

Read Time:1 Minute, 23 Second

બાળકો મા રહેલી શારિરીક તેમજ માનસિક શક્તિ ને ઉજાગર કરવા તેમજ બાળકો મા ખેલદિલી ની ભાવના વિકસે તે હેતુથી શાળા મા આંતર શાળા બાસ્કેટ બોલ પ્રતિયોગિતા નુ આયોજન કરવામાં આવ્યું હતું. પ્રતિયોગિતા નો શુભારંભ મંગલમય પ્રાર્થના દ્વારા કરવામાં આવ્યો. ત્યારબાદ શાળા ના વ્યાયામ શિક્ષક વિપુલ સાંજણા દ્વારા બાળકો ને શપથ ગ્રહણ કરાવડાવી પ્રતિયોગિતા ની શરૂઆત કરવામાં આવી. આ પ્રતિયોગિતા માં આઠ જેટલી શાળાઓ એ ભાગ લીધો હતો. જેમાં પારડીની વલ્લભ આશ્રમ અેમ જી એમ સ્કુલ વિજેતા રહી હતી જ્યારે વાપીની ફેલોશિપ મિશન સ્કુલ રનર્સ અપ રહી હતી. વિજેતા ટીમને શાળા દ્વારા પારિતોષિક તેમજ પ્રમાણપત્ર અેનાયત કરવામાં આવ્યું. શાળા ના મેનેજમેન્ટ અને આચાર્યા શ્રીમતી બીની પૌલે શાળા પરિવાર વતી વિજેતા વિદ્યાર્થીઓ ની ટીમને અભિનંદન પાઠવ્યા તેમજ કાર્યક્રમ ની સફળતા બદલ સૌનો આભાર વ્યક્ત કર્યો।

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

You may also like