લાયન્સ ક્લબ ઓફ વાપી ઉદ્યોગ નગર* અને સ્વચ્છ વાપી મિશન।ના સંયુક્ત ઉપક્રમે *ઈ વેસ્ટ અવેરનેસ & કલેક્શન ડ્રાઇવ* તેમજ *નો ટુ પ્લાસ્ટિક* વિષય પર સફળ સેમિનારનું આયોજન”।

Views: 246
0 0

Read Time:1 Minute, 54 Second

તારીખ 26 નવેમ્બર ના રોજ લાયન્સ ઉપાસના સ્કૂલના વિદ્યાર્થીઓમાં જાગૃતિ લાવવા માટે ઉપરોક્ત વિષય પર સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. ઔદ્યોગિક વિકાસ અને આધુનિક જીવન શૈલીના કારણે ઈલેક્ટ્રીક ઉપકરણો અને પ્લાસ્ટિકનો ઉપયોગ ખૂબ જ વધી ગયો છે.તેની આડઅસર રૂપે ક્લાઈમેટ ચેન્જ એટલે કે ભારે આબોહવા પરિવર્તન થઈ રહ્યું છે. સમસ્ત જીવ સૃષ્ટિના અસ્તિત્વ પર જોખમ ઊભું થયું છે.આડ અસરોને ઓછી કરવા માટે એક વ્યક્તિ તરીકે અને સમાજ તરીકે આપણે શું કરી શકીએ તેની વિસ્તૃત માહિતી, મુખ્ય વક્તા સ્વચ્છ વાપી મિશનના ફાઉન્ડર ડો.હિતેન ભટ્ટ, શ્રી હિતેશ પુરોહિતે આપી હતી. ઇ વેસ્ટ અને પ્લાસ્ટિકને રિસાયકલ અને રી યુઝ કરીને કઈ રીતે ઉપયોગમાં લઈ શકાય તેની સમજણ આપી હતી.ઉપસ્થિત તમામ લોકોને ઈ.વેસ્ટ અને પ્લાસ્ટિક એકત્રિત કરી સંસ્થામાં પહોંચાડવા અપીલ કરી હતી. લાયન સભ્યો દ્વારા ઇ.વેસ્ટ ભેગું કરીને તેમને સોંપવામાં આવ્યું હતું. સેમિનારને સફળ બનાવવા પ્રમુખ લાયન પ્રવિણાબેન શાહ, પ્રોજેક્ટ કોઓર્ડીનેટર લાયન દેવેન્દ્ર મિસ્ત્રી, પ્રિન્સિપલ શ્રી હરિકેષ શર્માએ ખૂબ જ જહેમત ઉઠાવી હતી. મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ,શિક્ષકો, લાયન રીટા મિસ્ત્રી, લાયન કિરણબેન સાંખલા ઉપસ્થિત રહ્યા હતા।

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

You may also like