વાપીની કેબીએસ અને નટરાજ કોલેજે રાજ્યસ્રીય ગ્રેપલિંગ [GI] ચેમ્પિયનશિપમાં સફળતા નોંધાવી।
નવસારીમાં યોજાયેલી 5મી ગુજરાત સ્ટ્રેટ ગ્રેપલિંગ [GI] (પુરુષ/ મહિલા) ચેમ્પિયનશિપમાં વાપીની કેબીએસ કોમર્સ અને નટરાજ પ્રોફેશનલ સાયન્સીસ કોલેજના વિદ્યાર્થી તેમજ વિદ્યાર્થીનીઓએ મલ્ટીપલ વેઇટ કેટેગરીમાં મેડલ જીતીને નોંધપાત્ર સફળતા પ્રાપ્ત કર્યા છે.
યુવા બાબતો અને રમતગમત મંત્રાલય (ભારત સરકાર) દ્વારા માન્યતા પ્રાપ્ત ભારતીય ઓલિમ્પિક્સ એસોસિએશન શ્રી ગરડા કોલેજ નવસારી પાસે સર સી જે એન ઝેડ મદ્રેસા સ્કૂલ ખાતે સિલેક્શન થયા બાદ ટુર્નામેન્ટ પણ યોજાઈ હતી.
ગુજરાત સ્ટ્રેટ ગ્રેપલિંગ [GI] ચેમ્પિયનશિપમાં પુરુષોમાં દિવાકર અનુજ (T.Y. B.Com.), અંશુ મિશ્રા (T.Y. B.C.A.) અને સાહિલ અલી શાહ (F.Y. B.Com.) એ ગોલ્ડ મેડલ જીત્યા હતા. જ્યારે આશિષ સિંહ (T.Y. B.C.A.) એ સિલ્વર મેડલ અને અનુરાગ મિશ્રા (T.Y. B.Com.) તથા દુબે તુષાર (S.Y. B.B.A.) એ બ્રોન્ઝ મેડલ તેમજ મહિલાઓમાં નંદિની ધુમાડિયા (દ્વિતીય વર્ષ B.Com.) એ સિલ્વર મેડલ, જ્યારે શ્રેષ્ઠા યાદવ (M.Sc. કેમિસ્ટ્રી) એ બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. તથા આ તમામ ખેલાડી મિત્રઓ નેશનલ લેવલે રમવા માટે પસંદગી પામેલ છે.
અમને ગર્વથી જાહેરાત કરતા આનંદ થાય છે કે KBS અને નટરાજ ગ્રેપ્લિંગ NO-GI અને GI ((પુરુષ/ મહિલા) ખેલાડીઓએ ઇતિહાસ રચ્યો છે અને વિવિધ વજન શ્રેણીઓમાં રાષ્ટ્રીય સ્ારે સ્થાન મેળવ્યું છે:
વિદ્યાર્થીઓને મળેલી આ સિદ્ધિ પાછળ કોલેજના રમતગમત વિભાગના માર્ગદર્શકો ડૉ. મયુર પટેલ અને શ્રી રોહિતસિંહનું માર્ગદર્શન અને અવિરત પ્રયત્નો રહેલા છે. આ સફળતા માત્ર વિદ્યાર્થિઓ માટે નહીં પણ સમગ્ર સંસ્થાની રમતગમત સંસ્કૃતિ માટે ગૌરવની વાત છે.
ગુજરાત સ્ટ્રેટ ગ્રેપલિંગ [GI] (પુરુષ/ મહિલા) ચેમ્પિયનશિપમાં વિવિધ વજન શ્રેણીઓમાં રાષ્ટ્રીય ારે સ્થાન મેળવા બદલ ટ્રસ્ટ્રી મંડળ અને કોલેજના આચાર્ય ડૉ. પૂનમ બી. ચૌહાણએ તમામ મેડલ વિજેતાઓ અને માર્ગદર્શક શિક્ષકોને અભિનંદન પાઠવ્યાં હતાં અને આગામી સ્પર્ધાઓ માટે શુભેચ્છાઓ પાઠવી હતી।
Average Rating