વાપીની કેબીએસ અને નટરાજ કોલેજમાં ગુરુ પૂર્ણિમાના પવિત્ર અવસરે એનએસએસ યુનિટ દ્વારાગુરૂ વંદના અને વિચાર ગોષ્ઠીનું આયોજન
વાપી: ચણોદ સ્થિત કેબીએસ કોમર્સ અને નટરાજ પ્રોફેશનલ સાયન્સીસ કોલેજ વાપી ખાતે એનએસએસ યુનિટ દ્વારા “ભારતીય સંસ્કૃતિમાં ગુરુ પરંપરા અને ગુરુનું મહત્ત્વ” વિષય પર વિચાર ગોષ્ઠીનું આયોજન10 જુલાઈ 2025ના ગુરુ પૂર્ણિમાના પવિત્ર અવસરે કરવામાં આવ્યું હતું. વિચાર ગોષ્ઠીના મુખ્ય વક્તા તરીકે મહાભાનુ દેવ દાસ (લાઈફ સ્કિલ્સ કોચ અને મોટિવેશનલ સ્પીકર) ઉપસ્થિત રહ્યા હતા. તેમણે પોતાના ઉંડા અનુભવ સાથે ગુરુ-શિષ્ય પરંપરાનું મહત્વ ઉત્તમ રીતે રજૂ કર્યું. તેમણે વિદ્યાર્થીઓને સંબોધતાં કહ્યું કે “જયારે જીવનમાં દિશા ગુમાય ત્યારે ગુરુ એક માર્ગદર્શક તારો તરીકે પ્રકાશ આપે છે.” તેમણે ભારતીય સંસ્કૃતિમાં ગુરુનું સ્થાન માત્ર શૈક્ષણિક નહિ પરંતુ જીવનમૂલ્યના સારે પણ કેવું ઊંડું છે તે વિસ્તૃત રીતે સમજાવ્યું. કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓએ આત્મમંથન સાથે પ્રવચનને શ્રવણ કર્યું. કોલેજના આચાર્ય ડૉ. પૂનમ બી. ચૌહાણે કાર્યક્રમની સફળતા બદલ સમારંભના મુખ્ય વક્તા તેમજ એનએસએસ કોર્ડિનેટર ડો. ખુશ્બુ દેસાઈને શુભેચ્છા પાઠવી અને સમગ્ર આયોજન માટે તેમનો આભાર માન્યો હતો. તેમણે જણાવ્યું કે આવા કાર્યક્રમો વિદ્યાર્થીના વ્યક્તિત્વ વિકાસમાં અને સંસ્કાર રચનમાં મહત્વની ભૂમિકા ભજવે છે
Average Rating