ભગિની સમાજ હાઇસ્કુલ ઉદવાડા ગુરુપૂર્ણિમાની ઉજવણી

Views: 169
0 0

Read Time:4 Minute, 41 Second

ભગિની સમાજ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં ગુરુપૂર્ણિમાનું પવિત્ર પર્વ ઉજવવામાં આવ્યું હતું આ ખાસ દિવસે આર.કે દેસાઈ કોલેજ ઓફ એજ્યુકેશન વાપી બી.એડ ના તાલીમાર્થીઓ દ્વારા આ સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ગુરુપૂર્ણિમા એ દિવસે જ્યારે આપણે ગુરુઓનું પૂજન કરીએ છીએ અને તેમને ગુરુપૂર્ણિમાની શુભેચ્છાઓ પાઠવીએ છીએ. બી એડ ના તાલીમાર્થીઓ દ્વારા આજની પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું અને શાળાના આચાર્ય ચેતના મેમ દ્વારા પ્રાર્થના સભામાં વક્તવ્ય રજૂ કરવામાં આવ્યું. વિદ્યાર્થીઓને ગુરુપૂર્ણિમાનું મહત્વ અને ગુરુજનો નું આદર સન્માન વિશે માહિતી આપવામાં આવી.

 

ગુરુ એ એવો દીવો છે, જે અંધકારને મટાડે, જ્ઞાનના પ્રકાશથી જીવનને સાચી દિશા બતાડે ગુરુ વિના જીવન અધૂરું લાગે, ગુરુ પૂર્ણિમા એ દિવસ છે, જયારે શ્રદ્ધા કાજે નમીએ શિષ્ય બનીને.

કાર્યક્રમની શરૂઆત પહેલા શાળાના શિક્ષકો દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું.”ગુરુ એ માત્ર શિક્ષક નથી, ગુરુ એ જીવનનો માર્ગદર્શક છે, જે શિષ્યને ભવિષ્યનું દરવાજું ખોલવાની ચાવી આપે છે. ગુરુ એ પ્રેમ અને શિસ્તનો સમતોલ સંયોજન છે. તે માત્ર વિષય નહિ, પણ જીવન જીવવાની રીત પણ શીખવે છે. ગુરુના આશીર્વાદથી જ શિષ્ય પોતાના અંધકારમય જીવનમાં જ્ઞાનનો પ્રકાશ લાવી શકે છે. ગુરુપૂર્ણિમાનો પવિત્ર દિવસ એ ગુરુના આ ઉપકારોને યાદ કરી તેમના ચરણોમાં નમન કરવાનું પવિત્ર પર્વ છે.”

 

વિદ્યા આપી સંસ્કાર શીખવાડયા, જીવન જીવવાનું માર્ગ બતાવ્યું! એવા ગુરુને વંદન કરીએ, હ્રદયથી શ્રદ્ધા અર્પણ કરીઓ

આ કાર્યક્રમનું સંચાલન ભંડારી ફારમે ખૂબ સારી રીતે કર્યું તેમણે દરેક ઘડીને સયોજિત કરીને સમગ્ર કાર્યક્રમને આનંદમય બનાવ્યો.

 

ત્યારબાદ બત્રી કે સ્પર્ધા ના નિર્ણાયક તરીકે શાળાના શિક્ષક તિપા ટીચર અને સંગીતા ટીચરને પુષ્પગુંજ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું. દીપાટીચરનું સ્વાગત પટેલ નિધિ દ્વારા કરવામાં આવ્યું અને સંગીતા ટીચરનું સ્વાગત પટેલ ક્રિષ્ના દ્વારા કરવામાં આવ્યું.

 

ગુરુ એ જીવનનો સાચો દિપક છે અંધારું દૂર કરે એ એવો પ્રકાશક છે।

 

ગુરુપૂર્ણિમા પર બેસી કર્યા વંદન, તેમના ચરણોમાં છે સર્વસ્વ અર્પણા

ગુરુપૂર્ણિમાની ઉજવણી નિમિત્તે શાળામાં વિદ્યાર્થીઓ પાસે નિબંધ લેખન, પોસ્ટ મેકિંગ અને વકૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શાળાના બાળકો દ્વારા ખુબ સરસ રીતે નિબંધ લેખન કરવામાં આવ્યું. ખૂબ સારી રીતે બાળકોએ પોસ્ટર બનાવ્યા અને ગુરુપૂર્ણિમાના આ પાવન અવસરે બાળકોએ વકૃત્વ સ્પર્ધામાં પણ પોતાની રૂચી બતાવી અને વિદ્યાર્થીઓ દ્વારા ગુરુપૂર્ણિમાનું મહત્વ અને ગુરુઓનું પૂજન,ગુરુ આપણા જીવનમાં અગત્યની ભૂમિકા ભજવે છે.

 

આર.કે દેસાઈ કોલેજ ઓફ એજ્યુકેશન, વાપી ના તાલીમાર્થઓ દ્વારા શાળાના આચાર્યશ્રી તેમજ શિક્ષક ગણ અને વિદ્યાર્થીઓ નો દિલથી આભાર વ્યક્ત કરવામાં આવ્યો.

 

આવી ઉજવણી માત્ર એક કાર્યક્રમ નહિ હોતો, પરંતુ તે વિદ્યાર્થીઓના મનમાં ગુરુ માટે આદર અને સન્માન ઊડે ભરવીમાં મદદરૂપ થાય છે. ગુરુશિષ્યના પવિત્ર સંબંધને અહેસાસકરાવતું આ આલેખનીય કાર્યક્રમ અનંત યાદગારો બની રહ્યો.

 

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

You may also like