વાપીની શ્રી એલ જી હરિઆ મલ્ટિપર્પઝ સ્કુલમાં આઠમુ વિંગસ ઓફ વિસડમ અંતર્ગત પ્રદર્શન નુ આયોજન કરવામાં આવ્યું।
વાપીની શ્રી એલ જી હરિઆ મલ્ટિપર્પઝ સ્કુલમાં આઠમુ વિંગસ ઓફ વિસડમ અંતર્ગત પ્રદર્શન નુ આયોજન કરવામાં આવ્યું।
બાળકોમા રહેલી જિજ્ઞાસાવૃત્તિ માં વધારો થાય તેમજ વિવિધ વિષયો પ્રત્યે રસ રુચિ કેળવાય એ હેતુથી વાપીની શ્રી એલ જી હરિઆ મલ્ટિપર્પઝ સ્કુલ ખાતે સુંદર પ્રદર્શન નુ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અતિથી વિશેષ તરીકે શ્રી કલ્પેશ વોરા (સેક્રેટરી વીઆઈએ) ઉપસ્થિત રહ્યાં હતાં. શ્રી કૌશિક હરિઆ એજ્યુકેશનલ ફાઉન્ડેશન ના ચેરમેન શ્રી એ કે શાહ, શ્રી ઉજ્જવલ શુકલા -એસ એમ સી ચેરમેન, શ્રી રાજેન્દરપાલ સિંહ મારવાહ- અેસ એમ સી મેમ્બર, શ્રી ક્રિષ્ણાનંદ હેબલે-એસ એમ સી મેમ્બર, શ્રીમતી વાની આર કે -એસ એમ સી મેમ્બર એમનો અમૂલ્ય સમય ફાળવી ઉપસ્થિત રહયા હતા. મુખ્ય મહેમાન તરીકે શ્રીમતી મનપ્રિત કૌર મારવાહ પણ ઉપસ્થિત રહ્યાં હતાં. પ્રદર્શન નો શુભારંભ પધારેલ અતિથી વિશેષ અને મહેમાનો ના કરકમલો દ્રારા દિપપ્રાઞટય કરી કરવામાં આવ્યો હતો. બાળકો દ્વારા મંગલમય ગણેશ સ્તુતિ રજૂ કરવામાં આવી. ત્યારબાદ પ્રદર્શન ને ખુલ્લુ મુકવામાં આવ્યું. ભવિષ્યમાં થનાર બાળવૈજ્ઞાનિકો દ્વારા વિવિધ વિષયો ની કૃતિઓ પ્રદર્શિત કરવામાં આવી હતી. આ પ્રદર્શનમાં વિજ્ઞાન, ગણિત, સામાજિક વિજ્ઞાન, ટેકનોલોજી, ઈંગ્લિશ વગેરે વિષયોની અલગ અલગ કૃતિઓ પ્રદર્શિત કરવામાં આવી હતી. વિશેષ કરીને પ્રિ-પ્રાયમરી વિભાગના બાળકો દ્વારા અલગ- અલગ કૃતિઓ ની વિસ્તૃત સમજ આપવામાં આવી રહી હતી જેને નિહાળી સૌ મંત્રમુગ્ધ થઈ ગયા હતા. પ્રદર્શન મા મુકવામાં આવેલ વિવિધ મોડલ વિષે બાળકો દ્વારા સુંદર સમજ આપવામાં આવી હતી. પધારેલ મહાનુભાવો એ બાળવૈજ્ઞાનિકો ની કૃતિઓ ને રસપૂર્વક નિહાળી તેમના સંશોધન બદલ પ્રોત્સાહિત કર્યા હતા.. શાળા ના બાળકોએ તેમના વાલીઓ સાથે પ્રદર્શન નિહાળી વિશેષ માર્ગદર્શન મેળવ્યું હતું અને પ્રદર્શન ના વિવિધ મોડલો ની જાણકારી માટે ભારે ઉત્સાહ દર્શાવ્યો હતો. સમગ્ર પ્રદર્શન ને સફળ બનાવવા માટે શાળા ના શિક્ષકો ની ટીમ અને શાળા વ્યવસ્થાપન સમિતી દ્વારા સુંદર વ્યવસ્થા ગોઠવી તે બદલ શાળા ના આચાર્યા શ્રીમતી બીની પૌલે શાળા ના મેનેજમેન્ટ અને શાળા પરિવાર વતી સૌનો આભાર વ્યક્ત કર્યો હતો।
Average Rating