આર. કે. દેસાઈ કોલેજ ઓફ એજ્યુકેશન, વાપી અને ઇપીએફઓ નિવારક સતર્કતા ત્રિમાસિક અભિયાન સતર્કતા :હમારી સાઝા જિમ્મેદારી કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન ભારત સરકાર ક્ષેત્રીય કાર્યાલય વાપી,, સંયુક્ત ઉપક્રમે ‘સતર્કતા :હમારી સાઝા જિમ્મેદારી’ વિશે સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું।

આર. કે. દેસાઈ કોલેજ ઓફ એજ્યુકેશન, વાપીમાં તારીખ 13/10/2025ને સોમવાર ના રોજ કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન દ્વારા સંયુક્ત ઉપક્રમે “ સતર્કતા :હમારી સાઝા જિમ્મેદારી ” વિષય પર વકૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત ત્રણ વાર ૐકારનો નાદ કરી શ્લોકનો જાપ કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી. ત્યારબાદ મુખ્ય મહેમાન શ્રી પ્રવીણ ઘરવાલ , Regional PF Commissioner-1સંસ્થાના આચાર્ય ડૉ. પ્રીતિ ચૌહાણ દ્વારા પુષ્પ ગુચ્છ આપી સ્વાગત કરવામાં આવ્યા હતા.તથા આસિસ્ટન PF કમિશનર શ્રીમતિ પુનમ મેડમને ડૉ. ગુંજન વશી દ્વારા પુષ્પ ગુચ્છ આપી સન્માન કરવામાં આવ્યા હતા તથા સહ કર્મચારીઓને પણ પુષ્પ ગુચ્છ આપી સ્વાગત કરવામાં આવ્યા હતા. ત્યાર બાદ બીજ વક્તવ્યના સ્વરૂપે શ્રી પ્રવીણ ઘરવાલસરએ ભ્રષ્ટાચારનો સામનો કઈ રીતે કરી શકાય અને ભ્રષ્ટાચાર ને નાબૂદ કઈ રીતે કરી શકાય એના વિશે સુંદર માહિતી આપી હતી .તથા તાલીમાર્થી માટે ભ્રષ્ટાચાર વિશે વકૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં તાલીમાર્થીઓએ પોત પતાના સુંદર વિચારો રજૂ કરી સૌને મંત્ર મુગ્ધ બનાવી દીધા હતા. ભારત દેશમાં ભ્રષ્ટાચાર મુક્ત કેવી રીતે બનાવી શકાય તેના વિશે પણ સરળ ભાષા શૈલી ની અંદર માહિતી પૂરી પાડી હતી.અને આ સ્પર્ધાના નિર્ણાયક તરીકે સંસ્થાના અધ્યાપિકા ડૉ. ગુંજન વશી તેમજ શ્રી પ્રવીણ ઘરવાલ અને શ્રીમતિ પુનમ મેડમએ ખુબજ સારી રીતે નિર્ણાયકની ભૂમિકા અદા કરી હતી. તેમાં પ્રથમ ક્રમે એફ .વાય બીએડ ની તાલીમાર્થી સૃતિ ગુપ્તા બીજા ક્રમે હરસિદ્ધિ પટેલ તથા ત્રીજા ક્રમે બે તાલીમાર્થી ઓ આવ્યા જેમાં એફ.વાય બીએડ ની તાલીમાર્થી રિયા પટેલ અને એસ. વાય બીએડની તાલીમાર્થી જ્યોત્સના પરમાર આવ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડૉ. રાહુલ ટંડેલ દ્વારા કરવામાં આવ્યું હતું।સુંદર કાર્યક્રમનું આયોજન કરવા બદલ સંસ્થાના ચેરમેનશ્રી મિલન દેસાઈ તથા કેમ્પસ ડાયરેક્ટર ડો.મિત્તલ શાહ તેમજ સંસ્થાના આચાર્ય ડૉ. પ્રીતિ ચૌહાણએ અભિનંદન પાઠવ્યા હતા।
Average Rating