તડકેશ્વર મહાદેવનાં મંદિર દર્શનાર્થે આવનાર ભક્તોની સુવિધા માટે ‘સર્જનાત્મક યુવા ગ્રુપ-સુરંગી’ દ્વારા જ્યુસ (રસ) વિતરણનું આયોજન કરવામાં આવ્યું હતું।

આજે મહાશિવરાત્રિના પાવન પ્રસંગ નિમિત્તે દાદરા નગર હવેલીના સુરંગી ગામના આદિવાસી યુવાનો દ્વારા સખત ગરમીમાં બિન્દ્રાબીન તડકેશ્વર મહાદેવનાં મંદિર દર્શનાર્થે આવનાર ભક્તોની સુવિધા માટે ‘સર્જનાત્મક યુવા ગ્રુપ-સુરંગી’ દ્વારા જ્યુસ (રસ) વિતરણનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનો આવેલ તમામ ભક્તોએ ખુશી ખુશી લાભ ઉઠાવ્યો હતો. આ ગ્રુપ દ્વારા દિલથી અને સદ્ભાવનાથી તમામ ભક્તોને સેવા આપી.આ સેવામાં 40 જેટલા સેવાદાર સ્વયં સેવકોએ આઠ હજાર જેટલા રસના ગ્લાસની સેવા પ્રદાન કરી હતી. આ પાવન અવસરે આદિવાસી યુવાનોના ગ્રુપ ६।२। ભવ્ય રીતે માનવતાવાદી અને પરોપકારી સેવા કરી અને સાચા આનંદનો અનુભવ કર્યો હતો જે પ્રદેશના લોકો માટે પ્રેરણાદાયી ઉદાહરણ છે।
Average Rating