કેબીએસ કૉમસ એન્ડ નટરાજ સાયન્સ કોલેજ વી.એન.એસ.જી.યુ સુરત દ્વારા આયોજીત ૪૯ મી એથલેટીક મીટમાં ઝળકી।
કેબીએસ કૉમસ એન્ડ નટરાજ સાયન્સ કોલેજ વી.એન.એસ.જી.યુ સુરત દ્વારા આયોજીત ૪૯ મી એથલેટીક મીટમાં ઝળકી.વાપી: અત્રે ચણોદ કોલોની સ્થિત કેશવજી ભારમલ સુમારિયા એન્ડ નટરાજ પ્રોફેશનલ સાયન્સીસ કોલેજ વાપીમાં વિધાર્થીઑને રમતોનુ જ્ઞાન, તાલીમ તેમજ માર્ગદર્શન પૂરુ પાડવામાં આવે છે. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સુરત દ્વારા આયોજીત ૪૯ મી એથલેટીક મીટમાં વિવિઘ સ્પર્ધાઓમાં કોલેજના વિઘાર્થીઓ દ્વારા ભાગ લેવામાં આવ્યો હતો. જેમાં F.Y.B.Com. માં અભ્યાસ કરતા વિધાર્થી બીકી પ્રજાપતિ એ “ હેમ્પર થ્રો ” માં ગોલ્ડ મેડલ મેડલ પ્રાપ્ત કર્યા હતા. સમગ્ર તાલીમ અને માર્ગદર્શન શારીરિક શિક્ષણના મદદનીશ પ્રાધ્યાપક ર્ડો. મયુર પટેલે પૂરું પાડયુ હતું. આમ સમગ્ર કોલેજનું નામ રોશન કરતા કોલેજ મેનેજમેન્ટના ચેરમેન શ્રી કાન્તીભાઈ હરિયા, મેનેજીંગ ટ્રસ્ટીશ્રી એ. કે. શાહ તેમજ કોલેજના આચાર્યશ્રી ડો.પુનમ બી.ચૌહાણે વિઘાર્થીનો તેમજ પ્રાધ્યાપકનો અભાર વ્યક્ત કરી જીવનમાં આગળ વધી ઉજવળ કારકિર્દી માટે શુભેચ્છા પાઠવી હતી।
प्लीज लाइक सेयर एण्ड कॅमेन्ट करे।
Average Rating