આર.કે.દેસાઈ ગ્રુપ ઓફ કોલેજીસ વાપી દ્વારા “આંતરરાષ્ટ્રીય યોગ દિવસ” ની ઉજવણી કરવામાં આવી।

Views: 423
1 0

Read Time:2 Minute, 25 Second

આર.કે.દેસાઈ ગ્રુપ ઓફ કોલેજીસ વાપી દ્વારા “આંતરરાષ્ટ્રીય યોગ દિવસ” ની ઉજવણી કરવામાં આવીયોગ વ્યાયામ ભારત વર્ષના ઋષિમુનિઓની એક અનુપમ શોધ છે. પ્રાચીનકાળમાં માનવીનું જીવન કુદરત સાથે ઓતપ્રત થઈને વહેતુ હતું. જાણે પ્રકૃતિ ના ગોદ માં રમતું બાળક જેવું ઋષિમુનિઓ પ્રકૃતિની અંદર ઈશ્વરની જે મહાન શક્તિ કામ કરી રહી છે તે જાણવા હંમેશા પ્રયત્ન કરતા આના જ ફળ સ્વરૂપે શારીરિક અને માનસિક તંદુરસ્તી નિરોગી અને દીર્ઘાયુ જીવન નો લાભ મેળવવા આસન પ્રયાણામ જેવી પ્રણાલી શોધી કાઢી અને આ ઋષિમુનિઓ ની શોધને 21 જૂન આખું વિશ્વ યોગ દિવસ તરીકે મનાવી મનુષ્યના સ્વાસ્થ્યને નિરોગી તંદુરસ્ત રાખવા લોકજાગૃતિ અર્થે ઉજવવામાં આવે છે.જેમાં અમારી સંસ્થા દ્વારા સમગ્ર વિદ્યાશાખાના વિદ્યાર્થીઓને લાભ મળી શકે એ હેતુ થી “ગુજરાત રાજ્ય યોગ બોર્ડ”ના સાથે જોડાયેલા યોગ કોચ સાથે સંસ્થાના બધાજ વિદ્યાશાખાના પ્રાધ્યાપકો અને વિધાર્થીઓએ ઉત્સાહ સાથે ભાગ લઈ વિવિધ પ્રકારના શ્લોકો દ્વારા વિશિષ્ટ પદ્ધતિ દ્વારા વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન અને સંચાલન સંસ્થાના ફીઝીકલ એજ્યુકેશન ના પ્રાધ્યાપક પટેલ પ્રફુલભાઈ અને ડો. વૈશાલી દેસાઈ દ્વારા કરવામાં આવ્યું હતું. આ સમગ્ર કાર્યક્રમ કરવા બદલ સંસ્થા ના ચેરમેન મિલન દેસાઈએ તથા સંસ્થા ના સમગ્ર વિદ્યાશાખાના આચાર્યશ્રીઓએ આવા યોગ સ્વાસ્થ્ય પ્રત્યે લોકજાગૃતિ લાવી સમાજ કલ્યાણને લાગતા કાર્યક્રમો થતા રહે એ માટે શુભેચ્છાઓ પાઠવી હતી।

प्लीज लाइक सेयर एण्ड कॅमेन्ट करे।

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

You may also like