કે.બી.એસ. કોલેજમાં INDUSTRIAL FINISHING લેબનું થયું અનાવરણ।

Views: 367
1 0

Read Time:2 Minute, 23 Second

કે.બી.એસ. કોલેજમાં INDUSTRIAL FINISHING લેબનું થયું અનાવરણ।

અત્રે ચણોદ સ્થિત કે.બી.એસ એન્ડ નટરાજ પ્રોફેશનલ સાયન્સ કોલેજમાં વિદ્યાર્થીઓના શૈક્ષણિક વિકાસ માટે “બેયર ઇન્ડસ્ટ્રીઝ” અને “માં ફાઉન્ડેશન” ના સહયારા પ્રયાસથી IINDUSTRIAL FINISHING લેબનું અનાવરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમ દરમિયાન વલસાડ જિલ્લાના કલેક્ટર શ્રીમતી શિપ્રા એસ. આગે મુખ્ય અતિથિ તરીકે હાજર રહ્યાં હતાં તથા બેયર ઇન્ડસ્ટ્રીઝના ડિરેક્ટર શ્રી એન.કે. શાહે, “માં ફાઉન્ડેશન” ના સી.ઈ.ઓ. શ્રી અમિત મેહતા, ટ્રસ્ટના ચેરમેન શ્રીકાંતિલાલ હરિયા તેમજ ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી એ.કે.શાહ હાજર રહ્યાં હતાં. પ્રસંગોપાત ઉદ્દબોધનમાં શ્રી એન.કે. શાહે વિદ્યાર્થીઓને જણાવ્યું હતું કે વિદ્યાર્થી ઇન્ડસ્ટ્રીમાં આવે એ પેહલાં જ sophisticated instrument ની સમજ કેળવે એ હેતુથી આ લેબનું આયોજન કરવામાં આવ્યું છે. જેથી વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસનો વધારો થાય અને કારકર્દીમાં સફળતા મેળવી શકે. આ ઉપરાંત મુખ્ય અતિથિ કલેક્ટર મેડમે વિદ્યાર્થીઓ ને જણાવ્યું કે વ્યક્તિમાં સમયની માંગ પ્રમાણે પોતાનો બૌધિક તેમજ વ્યવહારિકની વિકાસની સાથે ટેકનિકલ સ્કીલના જ્ઞાનનું પણ સમન્વય જરૂરી છે. તે ઉદ્દેશથી આ લેબની સ્થાપના થઈ છે તો વિદ્યાર્થી મિત્રો એનો પૂરો લાભ ઉઠાવે એવી અપીલ કરી હતી. કોલેજના દરેક સ્ટાફ મિત્રો, તથા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભાગ લઈ પ્રોગ્રામને સફળ બનાવતા કોલજના આચાર્ય ડો. પૂનમ બી. ચોહાણે સમગ્ર વિદ્યાર્થી ગણ તથા સ્ટાફ મિત્રોનો આભાર વ્યક્ત કરી લેબનો લાભ લેવા માટે આહવાન આપ્યું હતું।

प्लीज लाइक सेयर एण्ड कॅमेन्ट करे।

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

You may also like