ખેરલાવના યુવા સરપંચની પ્રશંસનીય પહેલ, શિક્ષક દિન અને પોતાના જન્મદિન એક સાથે ઉજવણીમાં રક્તદાન શિબિરનું કર્યુ આયોજન।
ખેરલાવના યુવા સરપંચની પ્રશંસનીય પહેલ, શિક્ષક દિન અને પોતાના જન્મદિન એક સાથે ઉજવણીમાં રક્તદાન શિબિરનું કર્યુ આયોજન।વર્ષમાં એક વખત આવતો પોતાનો જન્મદિવસ લોકો ધામધૂમ પૂર્વક ઉજવણી કરીને, ફરવા જઈને કે પાર્ટી, નાચ-ગાન કરીને ઉજવે છે. પરંતુ વલસાડ જિલ્લાના ખેરલાવ ગામના સરપંચના જન્મદિન અને આજે શિક્ષક દિન હોવાથી શિક્ષકોના સન્માનમાં શિક્ષક દિન નિમિત્તે ખેરલાવ ગ્રામ પંચાયત વતી રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું। ૫ સપ્ટેમ્બર એટલે ‘રાષ્ટ્રીય શિક્ષક દિન ‘ મહાન કેળવણીકાર અને ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ સ્વ. ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનની યાદમાં તેમનો જન્મદિન આપણે ત્યાં શિક્ષક દિન તરીકે ઊજવાય છે. આ દિવસે જ સેવાકિય પ્રવૃતિ કરી અને યુવાનોમાં જાગરૂકતા લાવવા માટે હંમેશા પ્રયત્નશીલ રહેતા યુવા નેતા અને ખેરલાવ ગામના સરપંચ મયંક પટેલનો પણ જન્મદિન હોઈ જેથી પોતાનો જન્મદિન અને શિક્ષક દિનની એક સાથે ઉજવી જે શાળામાં પ્રાથમિક શિક્ષણ મેળવ્યું એ શાળાના શિક્ષકોના સન્માન માટે, શાળા માંથી જ સારા સંસ્કાર લઈને આગળ વધેલા અને સેવાકિય પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા ખેરલાવ શાળાના ભૂતપૂર્વ વિધાર્થી અને આજે ખેરલાવ ગામના એક સન્માનીય પડ સંભાળી રહેલ સરપંચ શ્રી મયંક પટેલ (ખેરલાવ ગ્રામ પંચાયત) દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ખુબ મોટી સંખ્યામાં રક્તદાતાઓ હાજર રહ્યાં હતાં. આ કાર્યક્રમમાં વલસાડ જિલ્લા ટ્રાફિક પીએસઆઈ ડી એમ ચૌધરી સાહેબે ૫૭ વર્ષની વયે રક્તદાન કરી યુવાનો માટે પ્રેરણસ્રોત થયા છે સાથે યુવાનોને રક્તદાન કરવા માટે આગળ આવવા આહ્વાન કર્યું હતું. આ સાથે આવેલ કોન્સ્ટેબલ જવાનોએ પણ રક્તાદન કરી યુવાનોને પ્રેરણા રૂપ થાય છે।
प्लीज लाइक सेयर एण्ड करे।
Average Rating