આર.કે.દેસાઈ કોલેજ પરિવાર કૃષ્ણ-ભક્તિના રંગે રંગાયો।
આર.કે.દેસાઈ કોલેજ પરિવાર કૃષ્ણ-ભક્તિના રંગે રંગાયોવાપી સ્થિત આર.કે.દેસાઈ ગૃપ ઓફ કોલેજીસ દ્વારા 7 સપ્ટેમ્બર ગુરુવારના રોજ જન્માષ્ટમીના તહેવારની ઉમંગભેર ઉજવણી થઈ હતી. આ તહેવારની ઉજવણી દરમ્યાન બી.કોમ, બી.બી.એ, બી.સી.એ, એમ.કોમ, એમ.એસ.સી, બી.એડ ફેકલ્ટીના વિદ્યાર્થીઓએ વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા કૃષ્ણ ભક્તિના દર્શન કરાવ્યા હતા. આ તહેવાર નિમિતે વિદ્યાર્થીઓમાં સર્જનાત્મક કલાનો વિકાસ અર્થે મટકી ડેકોરેશન સ્પર્ધા યોજવામાં આવી હતી. આ સ્પર્ધાના નિર્ણાયક તરીકે બી.એડ ફેકલ્ટીના પ્રાધ્યાપિકા ડો. સારીકા પટેલે ભૂમિકા અદા કરી હતી. જેમાં પ્રથમ ક્રમે સ્નેહા સુભાષભાઈ હળપતિ (ટી.વાય.બીકોમ-ગુજરાતી મીડીયમ) બીજા ક્રમે શિવાની ગૃપ (ટી.વાય.બી.એસી -કેમેસ્ટ્રી) ત્રીજા ક્રમે અર્પિત ગૃપ (એસ.વાય.બી.એસી) વિજેતા થયા હતા. જન્માષ્ટમીના ઉત્સવની ઉજવણીનો પ્રારંભ કૃષ્ણ પૂજા દ્વારા થયો હતો.ત્યાર બાદ વિદ્યાર્થીઓ દ્વારા મટકી ફળવામાં આવી હતી. બી.એડના તાલીમાર્થીઓએ શ્રીકૃષ્ણની બાળ લીલા ને લગતો સુંદર રાસ રજૂ કર્યો હતો તથા કૃષ્ણ ભક્તિનું ભજન રજુ કરી કૃષ્ણને આરાધ્ય સમર્પિત કર્યું હતું.સમગ્ર આર.કે.દેસાઈ પરિવાર કૃષ્ણ જન્મ ઉત્સવમાં જોડાઈને કૉલેજ કેમ્પસને કૃષ્ણ- ભક્તિમય બનાવી દીધું હતું. ઉત્સવની ભવ્ય ઉજવણી કરવા બદલ સંસ્થાના ચેરમેનશ્રી મિલન દેસાઈ તથા કોલેજના સર્વ આચાર્યશ્રીઓ તેમજ અધ્યાપકોએ શુભેચ્છા પાઠવી હતી।
प्लीज लाइक सेयर एण्ड कॅमेन्ट करे।
Average Rating