વાપીમાં નીકળી યોગ જાગૃતિ રેલી 600 થી વધુ લોકો જોડાયા।
વાપીમાં નીકળી યોગ જાગૃતિ રેલી 600 થી વધુ લોકો જોડાયા।માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના 73માં જન્મ દિવસ નિમિતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા 2 દિવસીય યોગ શિબિર તારીખ 16 અને 17 સપ્ટેમ્બરના રોજ આયોજન હોય યોગના પ્રચાર માટે યોગ જાગૃતિ રેલીનું આયોજન થયું,યોગ જાગૃતિ રેલીમાં આર.કે.કોલેજ ઓફ એજ્યુકેશન ઓફ વાપીની વિદ્યાર્થિઓ અને વાપી વિસ્તારના લોકો યોગ રેલીમાં જોડાયા હતા,સતીશભાઈ પટેલ અધ્યક્ષ વાપી શહેર પ્રમુખ ભાજપ,વાપી ઇન્ડસ્ટ્રીયલ એસો.અધ્યક્ષ,નિલેશભાઈ રાઠોડ શાશક પક્ષના નેતા વાપી નગરપાલિકા, ઝુનઝુનવાલા ઈ.સ્કૂલ મેનેજીંગ ટ્રસ્ટી,ભવલેશભાઇ કોટડીયા મહામંત્રી વાપી શહેર ભાજપ,વિઠ્ઠલભાઈ પટેલ ભૂતપૂર્વ નગરપાલિકા પ્રમુખ,રાજુભાઈ ભાલાની વાપી તાલુકા પ્રમુખ ભારત સ્વાભિમાન ટ્રસ્ટ,નિલેશ કોસિયાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડના જિલ્લા કોર્ડીનેટર દ્વારા ઝંડી આપી રેલી શરૂઆત કરી હતી,યોગ કોચ શીતલબેન ત્રીગોત્રા,માયાબેન ઘોડગે,પ્રીતિબેન વૈષ્ણવ,વિપુલભાઈ ભંડારી, ગોપાલભાઇ મહેતા,શીલાબેન વશી અને યોગ ટ્રેનર યોગ શિબિરના પ્રચારમાં જોડાયા હતા।
प्लीज लाइक सेयर एण्ड कॅमेन्ट करे।
Average Rating