વાપી ની શ્રી એલ જી હરિઆ મલ્ટિપર્પઝ સ્કુલ ની વિદ્યાર્થીની રાજય કક્ષાએ તાઇકવોન્ડો સ્પર્ધા માં ઝળકી. ।
ગુજરાત સરકાર શ્રી ના, રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર તથા સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાતના ઉપક્રમે અંડર -17 તાઇકવોન્ડો સ્પર્ધા નુ આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં રાજયભરમાંથી 26 જેટલા જિલ્લાઓ એ પોતાનુ પ્રતિનિધિત્વ કરેલ હતું. જેમાં વલસાડ જિલ્લામાંથી વાપી તાલુકામાં આવેલ શ્રી એલ જી હરિઆ મલ્ટિપર્પઝ સ્કુલ ની ધોરણ નવ ની વિદ્યાર્થીની દિપા ચૌરસિયા એ અંડર -17છોકરીઓની શ્રેણીમાં સમસ્ત રાજયમાં કાંસ્ય પદક પ્રાપ્ત કરી શાળા નું નામ રોશન કર્યું છે. શાળા ના મેનેજમેન્ટ અને આચાર્યા શ્રીમતી બિન્ની પૌલે શાળા પરિવાર વતી વિદ્યાર્થીની અે મેળવેલ સિદ્ધિ બદલ અભિનંદન પાઠવ્યા।
प्लीज लाइक सेयर एण्ड कॅमेन्ट करे।
Average Rating