વલસાડ જિલ્લાના પારડી તાલુકાના પારડી 108 ની ટીમની પ્રશંસનીય કામગીરી રોકડ રકમ અને જરૂરી ડોક્યુમેન્ટ ચાવી પરત કરી।
તારીખ 10/ 11/ 2023 ના રોજ બપોરે 12:30 વાગ્યે ગુંદલાવ બ્રીજ ઉપર એક યુવક જઈ રહ્યો હતો અને કોઈ અન્ય વહાન એ ટક્કર મારી અને તે યુવક રોનકભાઈ વસંતભાઈ શાહ પડી જતા તેમને માથાના ભાગે અને હાથમાં ફેક્ચર અને કાન અને નાક માંથી લોહી વહી રહ્યું હતું ત્યાંથી કોઈક ભાઈએ મદદ માટે 108 એમ્બ્યુલન્સને કોલ કર્યો હતો અને વલસાડ જિલ્લાની પારડી 108 ને કોલ મળતા તરત જ પારડી 108 ની ટીમ ઇ એમ ટી ચંદ્રાવતી પટેલ અને પાયલોટ વિરેન્દ્ર પટેલ તરત જ ઘટના સ્થળ પર પહોંચી ગયા અને ત્યાં ઘટના સ્થળ પર દર્દીને માથાના ભાગે ડ્રેસિંગ કર્યું ફેક્ચરના ભાગે સ્પીપ્ન્ટિંગ કરી ઇ મોબીલાઈઝ કર્યું અને હોસ્પિટલ જતા રસ્તામાં દર્દીને ઇ.આર.સી.પી ડોક્ટર જે ડી પટેલ સરના કહેવા મુજબ ઇન્જેક્શન બોટલ આપી સારવાર આપી અને એમની પાસે ની રોકડ રકમ 51, 250 રૂપિયા રોકડા ,વિદેશી ચલણ ની એક હજાર Tanzania એક નોટ, બે મોબાઈલફોન આશરે 20,000 કિંમતના, બાઈક ની ચાવી ,કબાટ ની ચાવી ,ઘરની ચાવી, 2 ATM, જરૂરી ડોક્યુમેન્ટ સિવિલમાં ઉપસ્થિત પોલીસને સુપ્રત કરી ને 108 પારડી ની ટીમે જીવ સાથે તેમના પૈસા મોબાઈલ જરૂરી ડોક્યુમેન્ટ પણ બચાવ્યા અને પારડી 108 ની ટીમ એ માનવતા દાખવી છે।
प्लीज लाइक सेयर एण्ड कॅमेन्ट करे।
Average Rating