વાપીની શ્રી એલ જી હરિઆ મલ્ટિપર્પઝ શાળા મા ફિલ્ડ ટ્રીપ નું આયોજન કરવામાં આવ્યું।
વાપીની શ્રી એલ જી હરિઆ મલ્ટિપર્પઝ શાળા ના પ્રિ-પ્રાયમરી વિભાગના નાના બાળકો માટે ફિલ્ડ ટ્રીપ (ક્ષેત્ર સફર) નું આયોજન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત બાળકો ને રાતા પાંજરાપોળ લઈ જવામાં આવ્યા હતા. જયાં બાળકો ને અલગ- અલગ પાળેલા પ્રાણીઓ જેવાકે ગાય, ભેંસ, બકરા, ઘેટા, સસલા, મરઘા, બતક વગેરે બતાવવામાં આવ્યા. શાળાના શિક્ષકો દ્વારા બાળકો ને ગાય, ભેંસ, બકરી દૂધ કેવી રીતે આપે છે એ બતાવવામાં આવ્યું. બાળકો આ દૃશ્ય નજરે નિહાળી ખૂબ જ આનંદિત થઇ ગયા. તેમજ મરઘા, બતક ના ઈંડા પણ બાળકો ને બતાવવામાં આવ્યા. બાળકો અેમની કવિતા બા બા બ્લેક શિપ હેવ યુ અેની વૂલ ગાતા હતા પણ સમજ મા આજે આવ્યુ કે આજ ઘેંટાના ઊન માંથી ગરમ સ્વેટર બને છે. બાળકો ને આ ટ્રીપ મા ખૂબજ મઝા આવી અને શિક્ષકો દ્વારા આપવામાં આવેલી અવનવી માહિતી થી તેઓ ખૂબ જ આનંદિત થઇ ગયા. શાળા ના આચાર્યા શ્રીમતી બિન્ની પૌલ પણ બાળકોને આનંદિત જોઈ ખૂબ જ ખુશ થઈ સૌને ટ્રીપ નું સફળ આયોજન બદલ અભિનંદન પાઠવ્યા।
प्लीज लाइक सेयर एण्ड कॅमेन्ट करे।
Average Rating