શ્રીમતી ભાવનાબેન નાનુભાઈ બાંભરોલીયા સ્વામિનારાયણ ફાર્મસી કોલેજ, સલવાવમાં ” World Hepatitis Day-2022″ નો કાર્યક્રમ યોજાયો।
શ્રીમતી ભાવનાબેન નાનુભાઈ બાંભરોલીયા સ્વામિનારાયણ ફાર્મસી કોલેજ, સલવાવમાં ” World Hepatitis Day-2022″ નો કાર્યક્રમ યોજાયો તારીખ:૨૮/૦૭/૨૦૨૨ “વર્લ્ડ હેપેટાઈટીસ ડે-૨૦૨૨” તારીખ:૨૮/૦૭/૨૦૨૨ દિવસે ઉજવવામાં આવે છે. એના સંદર્ભમાં જન જાગૃતિ માટે શ્રીમતી ભાવનાબેન નાનુભાઈ બાંભરોલીયા સ્વામિનારાયણ ફાર્મસી કોલેજ, સલવાવમાં તારીખ:૨૬/૦૭/૨૦૨૨ દિવસે આ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં હેપેટાઈટીસના વિષય ઉપર સેમિનાર અને પોસ્ટર પ્રેઝેન્ટેશન સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્ય અતિથિ તરીકે વાપીની ટ્રાઇકેર મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલના એમ.બી.બી.એસ. અને એમ.ડી. (જનરલ ફિઝિશિયન અને ઇન્ટેન્સિવિસ્ટ) ડૉ. કૃપલ પટેલ આવ્યા હતા. આ કાર્યક્રમનું સમગ્ર નેતૃત્વ તેમજ માર્ગદર્શન કોલેજના આચાર્યશ્રી ડો. સચિન બી નારખેડે તેમજ સંકલન કોલેજના આસીસ્ટન્ટ પ્રોફેસર ડૉ. નેહા ગૌરવ દેસાઈ અને આસીસ્ટન્ટ પ્રોફેસર નેહા એસ. વડગામા દ્વારા થયુ હતું. જેમાં કોલેજના બી.ફાર્મ ના વિદ્યાર્થીઓએ રસપૂર્વક ભાગ લીધો હતો. નોબેલ પુરસ્કાર વિજેતા વૈજ્ઞાનિક ડૉ. બરુચ બ્લુમબર્ગનો જન્મદિવસ નિમિતે વર્લ્ડ હેપેટાઈટીસ ડે ઉજવાય છે. હેપેટાઈટિસ બી વાયરસ (HBV)ની શોધ કરી હતી અને વાયરસ માટે ડાયગ્નોસ્ટિક ટેસ્ટ અને રસી વિકસાવી હતી. હેપેટાઈટીસ એટલે લીવર ને લગતી સમસ્યાઓ. યકૃત એ શરીરનું એક મહત્વપૂર્ણ અંગ છે જે શરીર માં રહેલા તત્વો ને બીનહાનીકારક બનાવવાનું કામ કરે છે. આ ઉપરાંત ભારે આલ્કોહોલનો ઉપયોગ, ઝેર, દવાઓના વધુ પડતા સેવન અને અમુક તબીબી પરિસ્થિતિઓ હેપેટાઇટિસ થવાનું કારણ બની શકે છે. આજના રોજિંદા જીવનમાં વધુ પડતા કેફી દ્રવ્યો અને જંકફૂડ તરફનું આકર્ષણ જે શરીરમાં ફેટીલીવર નું પ્રમાણ વધારે જે સ્વસ્થ માટે ખુબજ હાનીકારક છે જેવી મહત્વપૂર્ણ માહિતી થી ડૉ. કૃપલ પટેલે વિદ્યાર્થીઓ ને જાગૃત કર્યા આ સ્પર્ધામાં ઇવાલ્યુએસન કમિટી મેમ્બર્સ દ્વારા મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં પોસ્ટર પ્રેસેન્ટેશનમાં બી.ફાર્મ સેમેસ્ટર-૨ માંથી જોગલેકર જુહી પ્રથમ સ્થાને, બી.ફાર્મ સેમેસ્ટર- ૭ માંથી પટેલ શ્રદ્ધા રૂપચંદ અને સેમેસ્ટર- ૫ માંથી જૈસવાલ નેહા દ્રિતીય સ્થાને અને બી.ફાર્મ સેમેસ્ટર-૨ માંથી હિયા શેઠ અને ઉજ્જવલ શર્મા તૃતીય સ્થાને રહ્યા હતા. આ દરેક વિજેતાઓને શ્રી સ્વામિનારાયણ શિક્ષણ સેવા કેન્દ્રના મેનેજિંગ ટ્રસ્ટી પરમ પૂજ્ય રામસ્વામીજી આશીર્વચન આપીને વિજેતાઓને પ્રમાણપત્ર આપીને બહુમાન કર્યું હતું. આ કાર્યક્રમ નું શાબ્દિક સંચાલન શ્રીમતિ જ્યોતિ યુ. પંડ્યા દ્વારા થયું હતું, અને આ કાર્યક્રમમાં આસીસ્ટન્ટ પ્રોફેસર નેહા એસ. વડગામાએ આભારવિધિ દ્વારા સૌનો અભાર વ્યક્ત કર્યો હતો. જે બદલ શ્રી સ્વામિનારાયણ સંસ્થાના અધ્યસ્થાપક પરમ પૂજ્ય પૂરાણી સ્વામી કેશવચરણદાસજી, મેનેજિંગ ટ્રસ્ટી પરમ પૂજ્ય પૂરાણી સ્વામી કપિલજીવનદાસજી, પૂજ્ય રામ સ્વામીજી, સંસ્થાના ટ્રસ્ટી શ્રી. બાબુભાઈ સોડવડીયા તથા અન્ય ટ્રસ્ટીશ્રીઓ, કેમ્પસ શૈક્ષણિક એકેડેમિક ડિરેકટર ડૉ. શૈલેષ વી. લુહાર, કેમ્પસ એડમીન ડિરેકટર શ્રી. હિતેન બી. ઉપાધ્યાય, આચાર્યશ્રી ડો. સચિન બી. નારખેડે અને તમામ સ્ટાફે સૌને અભિનંદન પાઠવ્યા હતા.।
प्लीज लाइक सेयर एण्ड कॅमेन्ट करे।
Average Rating