વાપીની શ્રી એલ જી હરિઆ મલ્ટિપર્પઝ સ્કુલ મા રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ ની ઊજવણી કરવામાં આવી।
વાપીની શ્રી એલ જી હરિઆ મલ્ટિપર્પઝ સ્કુલ મા રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ ની ઊજવણી કરવામાં આવી। અયોધ્યાના રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત વાપીની શ્રી એલ જી હરિઆ મલ્ટિપર્પઝ સ્કુલ મા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મહોત્સવ ની ઊજવણી ના ભાગ રૂપે સવારથી જ સૌ શિક્ષક ભાઈ બહેનો આચાર્યા શ્રીમતી બિન્ની પૌલ અને એચ આર અને એડમિન હેડ શ્રી વિજય રાઉન્ડલ ના માર્ગદર્શન હેઠળ તૈયારીમાં લાગી ગયા હતા. શાળા પરિસરને પવિત્ર ધજાથી સજાવવા માં આવ્યું હતું. શાળા પ્રાંગણમાં ભગવાન રામ ની પ્રતિમા મૂકી પૂજા અર્ચના કરવા મા આવી. ફુલો દ્વારા સુંદર રંગોળી બનાવવામાં આવી હતી તેમજ દિવાઓ પ્રગટાવવા મા આવ્યા હતા. શાળા મા દિવાળી જેવો માહોલ સર્જાયો હતો. એક દિવ્ય વાતાવરણ, સકારાત્મક ઉર્જા અને રામમય સ્પંદનો દરેક જગ્યાએ દરેક ખૂણે -ખૂણે દેખાય રહ્યા હતા. અંતે પ્રસાદ વિતરણ કરી કાર્યક્રમ નુ સમાપન કરવામાં આવ્યું. શાળા ના મેનેજમેન્ટ અને આચાર્યા શ્રીમતી બિન્ની પૌલે શાળા પરિવાર વતી સૌને રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ ની શુભેચ્છા પાઠવી।
प्लीज लाइक सेयर एण्ड कॅमेन्ट करे।
Average Rating