કેબીએસ કોમર્સ એન્ડ નટરાજ પ્રોફેશનલ સાયન્સીસ કોલેજમાં રક્તદાન કેમ્પ તથા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો।

Views: 572
1 0

Read Time:2 Minute, 21 Second

કેબીએસ કોમર્સ એન્ડ નટરાજ પ્રોફેશનલ સાયન્સીસ કોલેજમાં રક્તદાન કેમ્પ તથા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો.વાપી:- અત્રે ચણોદ કોલોની સ્થિત કેશવજી ભારમલ સુમેરિયા કોમર્સ એન્ડ નટરાજ પ્રોફેશનલ સાયન્સિસ કોલેજ, વાપીમાં સ્વ સોમચંદ કે. ગૂઢકા, સ્વ અમૃતબેન સોમચંદ ગૂઢકા, સ્વ વનીતાબેન શોભાગચંદ ગૂઢકા, સ્વ હંસાબેન અમૃતલાલ શાહ તેમજ સ્વ શાંતિલાલ કે. શાહની પૂણ્યતિથી નિમિતે લાયન્સ ક્લબ ઓફ વાપી, વાપી ઉધ્યોગ નગર અને ગૂઢકા અને શાહ પરિવાર તેમજ સદર કોલેજની N.S.S. યુનિટના સહયોગથી રકતદાન કેમ્પનું કોલેજ કેમ્પસ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કોલેજના વિધાર્થીઓ, શિક્ષકો તથા વાપીની જનતા મળી ને કુલ ૬૧ યુનિટ રક્તદાન મળ્યું હતું. સ્વ શાંતિલાલ કે. શાહ એમના જીનાનકાળ દરમ્યાન વ્યક્તિ અને સમાજ વિકાસમાં તેમજ મદદ કરવા માટે હંમેશ તત્પર રહેતા હતા તેથી તેમની પૂણ્યતિથી નિમિતે રક્તદાન કેમ્પ તેમજ વૃક્ષારોપણ અને કોલેજની લાઈબ્રેરી માટે પુસ્તક દાન ના કાર્યક્રમ નું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ સમગ્ર કાર્યક્રમ કોલેજના N.S.S. યુનિટના પ્રોગ્રામ કો-ઓર્ડીનેટર પ્રા. ખુશ્બ દેસાઈ તેમજ N.S.S. યુનિટના સ્વયમસેવકોના સહયોગથી કરવામાં આવ્યો હતો. આમ સમગ્ર પ્રોગ્રામ સફળ રહેતા કોલજના આચાર્ય ડો. પૂનમ બી. ચોહાણે આયોજકો, વ્યવસ્થાપકો, N.S.S. યુનિટના સ્વયમસેવકોના અને વિશેષ કરીને રક્ત દાતાઓનો આભાર વ્યક્ત કરી ભવિષ્યમાં પણ આવા સામાજીક કાર્યક્રમમાં સહકાર આપવા તત્પર રહેવા આહવાહન આપ્યું હતું.।

प्लीज लाइक सेयर एण्ड कॅमेन्ट करे।

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

You may also like