બિલીમોરા લોકેશન પરની ધનવંતરી આરોગ્ય રથનું એક વર્ષ પૂર્ણ થતાં સ્ટાફ દ્વારા કેક કાપીને ઉજવણી કરવામાં આવી હતી।

Views: 318
1 0

Read Time:1 Minute, 52 Second

બિલીમોરા લોકેશન પરની ધનવંતરી આરોગ્ય રથનું એક વર્ષ પૂર્ણ થતાં સ્ટાફ દ્વારા કેક કાપીને ઉજવણી કરવામાં આવી હતી।ધનવંતરી આરોગ્ય રથનું એક વર્ષ પૂર્ણ થતાં ધનવંતરી આરોગ્ય રથના પ્રોજેક્ટ કોડીનેટર નિમેશ પટેલ, મેડિકલ ઓફિસર ડૉ વૈશાલી પટેલ ,પેરામેડિક મૈત્રી પટેલ, લેબ ટેકનીશીયન હેમાંગિની પટેલ, લેબર કાઉન્સિલર હિરલ પટેલ, પાયલોટ સંદિપ મસ્યા દ્વારા કેક કાપી ઉજવણી કરવામાં આવી હતી।શ્રમિકોને નિશુલ્ક આરોગ્ય લક્ષી સુવિધા કામના સ્થળ પર ધનવંતરી આરોગ્ય રથ દ્વારા આપવામાં આવી રહી છે, નવસારી શહેરના બિલીમોરા વિસ્તારના ધનવંતરી આરોગ્ય રથ દ્વારા નવસારી શહેરના બિલીમોરા, ચિખલી, ખેરગામ તેમજ વાંસદા વિસ્તારમાં બાંધકામ સાઈટ પર જઈને એક વર્ષમાં 22069 દર્દીને નિશુલ્ક નિદાન અને દવાઓ આપવામાં આવી છે. તેમજ 7574 થી વધુ લેબ રિપોર્ટ કરવામાં આવ્યા છે. ધનવંતરી આરોગ્ય રથ દ્વારા લોહીના રિપોર્ટ, ડાયાબિટીસ,બ્લડ પ્રેશર, કાન,આંખ, ચામડીને લાગતી બીમારી, હાડકાને લગતી બીમારી જેવી વિવિધ બીમારીઓનું નિદાન કરી અને સ્થળ પર દવાઓ આપવામાં આવે છે. તેમજ શ્રમિકોને સરકારશ્રી ની વિવિધ યોજનાઓ વિશે માહિતી આપવામાં આવે છે. તેમજ શ્રમિકોને આભા-આઇડી, ઇ નિર્માણ કાર્ડ સ્થળ પર બનાવી આપવામાં આવે છે ।

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

You may also like