આજરોજ વાપી એસટી ડેપોના માર્ગ સુરક્ષા માસ તરીકે એક સેમિનારનું આયોજન કરવામાં આવેલ ।

Views: 369
2 0

Read Time:3 Minute, 23 Second

આજરોજ વાપી એસટી ડેપોના માર્ગ સુરક્ષા માસ તરીકે એક સેમિનારનું આયોજન કરવામાં આવેલ ।જેમાં જે. આર .મોટર્સ તરફથી વાપીને માર્ગ અકસ્માત રોકવામાં કયા કયા પરિબળોને ધ્યાનમાં લેવામાં આવતા હોય છે અને કયા કયા પરિબળો દ્વારા અકસ્માત થતો હોય છે તેની વિસ્તૃત માહિતી જે.આર. મોટર્સના માલિક અને ઇન્સ્યોરન્સ સર્વેર અશોકભાઈ ઠાકોર દ્વારા નામાના નાની બાબતોને ધ્યાનમાં લઇ અકસ્માત રોકી શકવાની ક્ષમતા ડ્રાઇવરોમાં હોવાનું જણાવ્યું હતું. વલસાડ વિભાગના ટ્રાફિક ઓફિસર સ્નેહલ પટેલ દ્વારા એસ.ટી.ના અકસ્માતથી માનવીનો જીવતો જતો જ હોય છે પરંતુ કરોડો રૂપિયાનું નુકસાન એમ.એસ.સીટી. ક્લેમ ચૂકવી નિગમને આર્થિક નુકસાન થતું હોવાનું જણાવ્યું હતું જેથી એસટીના ડ્રાઈવરો સમય સૂચકતા રાખીએ ડ્રાઇવિંગ કરવું જોઈએ એવું જણાવ્યું હતું. વલસાડ એસ.ટી. કર્મચારી મંડળના મહામંત્રી અને વાપી એસટી ડેપોના આસિસ્ટન્ટ ટ્રાફિક ઇન્સ્પેક્ટર ધનસુખ પટેલ દ્વારા તમામ કુટુંબ સાથે બસમાં બેસેલ 52 મુસાફરોનું ભવિષ્ય પણ તમારા હાથમાં હોવાનું તેમ જ સલામતી ભર્યું ડ્રાઇવિંગ કરવું જોઈએ જેથી એસ.ટી.ના એમ. એ.સિટી કલેમ થી આર્થિક બોજ સહન કરવાનો વારો એસટી નિગમ જ આવતો હોવાનું તેમણે જણાવ્યું હતું જે.આર .મોટર્સના અભિનવ ઠાકોર દ્વારા જણાવેલ કે ડ્રાઇવરો દ્વારા ટાટા. લેડ એન્ડ .આઇસર.બસ ના તમામ ફંકશનનો ની જાણકારી ડ્રાઇવરોને હોવી જોઈએ જેની જાણકારી ન હોવાના કારણે પણ અમુક વખત અકસ્માત થતો હોય છે તેમને bs4 તથા bs6 ના ફંકશન ની જાણકારીતેમજ સેન્સર ની જાણકારી નો અભાવ ડ્રાઇવરોને હોવાનું પણ જણાવ્યું હતું તેમજ ડ્રાઇવરોને જે આર.ટી.ઓ દ્વારા બનાવેલ સિગ્નલ ની જાણકારી નો પણ અભાવ હોવાનું જણાવ્યું હતું બીજું કે તેમણે સમયસર આંખની ચકાસણી કરવાનું પણ જણાવ્યું હતું અને અનેક ડ્રાઇવરોને કલર બ્રાન્ડ ની તકલીફ હોવાથી સમયસર આંખોની ચકાસણી કરવાનો પણ એમણે જણાવ્યું હતું વાપી ઓલીવ હોસ્પિટલ ના ડોક્ટર સોલંકી સાહેબ દ્વારા ફ્રી મેડિકલ કેમ્પ રાખી 70 જેટલા ડ્રાઈવરોની હેલ્થ ચેકઅપ કરી સરાહનીય કામગીરી કરવામાં આવી હતી વાપી ડેપો મેનેજર દ્વારા જયદીપ માહલા દ્વારા સહુ વ ક્તાઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો તેમજ વાપી ડેપોના મોટી સંખ્યામાં ડ્રાઇવરો કંડકરો તેમજ કંડકટર બહેનોએ હાજરી આપી સેમીનારને સફળ બનાવવામાં શિહ ફાળો આપેલ છે।

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

You may also like