કે.બી.એસ કોમર્સ અને નટરાજ પ્રોફેશનલ સાયન્સ કોલેજના NSS ના વિદ્યાર્થીઓ National Integration Camp માં પસંદગી પામ્યા।
અત્રે ચણોદ સ્થિત કે.બી.એસ કોમર્સ અને નટરાજ પ્રોફેશનલ સાયન્સ કોલેજ વાપીમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, સુરત અંતર્ગત N.S.S. (રાષ્ટીય સેવા યોજના) યુનિટ કાર્યરત છે. N.S.S. ના દરેક સ્વયંમ સેવકોને વર્ષ દરમ્યાન વ્યક્તિ. સમાજ અને દેશના વિકાસ માટે વિવિધ સેવાકીય પ્રવૃતિઓમાં કાર્યરત રહી નિ:સ્વાર્થ સેવા બજાવે છે. આ સેવાને ધ્યાનમાં રાખતા યુવા કલ્યાણ અને રમત – ગમત વિભાગ ભારત સરકારની પ્રાદેશિક N.S.S. સેલ અંતર્ગત ફકીર મોહન યુનિવર્સિટી. બાલાસોર, ઓડિસા અને N.S.S. સેલના સંયુક્ત આયોજન દ્વારા નેશનલ ઈન્ટીગ્રીટેડ કેમ્પ ૨૦૨૪ (NIC) નું આયોજન ફકીર મોહન યુનિવર્સિટી. બાલાસોર, ઓડિસા ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં દેશની વિવિઘ યુનિવર્સિટીઓમાંથી મોટી સંખ્યામાં N.S.S. ના સ્વયંસેવકોએ ભાગ લીધો હતો. આ કેમ્પમાં સદર કોલેજના પ્રથમ વર્ષ બી.કોમ. ના સ્વયંમ સેવકો હિતીકા પટેલ અને આશુતોષ પાલ એ ભાગ લઈ કોલેજ અને યુનિવર્સિટીનું નામ રોશન કર્યું છે. આ કેમ્પ નું આયોજન માં મુખ્ય હેતુ દરેકને એકતામાં લાવી તંદુરસ્ત મજબુત અને વિવિઘતામાં એકતા કેળવી દેશની વિવિધ સાંસ્કૃતિમાં પણ એકતા છે તેના અનુભવ કરાવ્યો હતો. સ્વયંમ સેવિકોને સંપૂર્ણ માર્ગદર્શન કોલેજના N.S.S. પ્રોગ્રામ ઓફિસર ડો. ખુશ્બુ દેસાઈએ પૂરૂ પાડયુ હતું. આમ સમગ્ર કોલેજનું નામ રોશન કરવા બદલ કોલજના આચાર્ય ડૉ. પૂનમ બી. ચૌહાણે વિદ્યાર્થી તેમજ પ્રોગ્રામ ઓફિસરનો આભાર વ્યક્ત કરી જીવનમાં સફળ થવા તેમજ કોલેજ અને દેશનું નામ રોશન કરવા માટે શુભેચ્છા પાઠવી હતી।
Average Rating