N.S.S. Unit દ્વારા આયોજિત કેબીએસ એન્ડ નટરાજ કોલેજ, ખાતે હેઠળ “મતદાન જાગૃતિ” કાર્યક્રમ યોજાયો।

Views: 273
1 0

Read Time:3 Minute, 3 Second

વાપી :- મતદાન અંગે જાગૃતિ અને યુવાનોને પ્રોત્સાહન આપવાના પ્રયાસરૂપે N.S.S. વિભાગ દ્વારા, કે.બી.એસ. કોમર્સ અને નટરાજ પ્રોફેશનલ સાયન્સિસ કોલેજ, વાપીમાં મતદાન જાગૃતિ અંતર્ગત “ ચુનાવ કા પર્વ” અને “ સેલ્ફી વીથ વોટર્સ “ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી. આપણા દેશનો “ રાષ્ટ્રીય પર્વ એટલે મતદાન દિવસ.” આ પર્વને આપણે યાદગાર બનાવવા માટે મતદાન દિવસે સો ટકા મતદાન થાય તેવા અથાગ પ્રયત્નો કરીએ. SVEEP હેઠળ મતદાન જાગૃતિ અભિયાન ચલાવવામાં આવી રહી છે, ત્યારે નવા યુવા મતદાતાઓ મતદાનનું મહત્વ, મતદાનની પવિત્રતા તથા દેશના ઉજવળ ભવિષ્ય અને યોગ્ય નેતાની પસંદગી માટે તેમનો મત કેટલો કિંમતી છે તે બાબતનું યોગ્ય માર્ગદર્શન માટે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, સુરતના એન.એસ.એસ. ના પોગ્રામ કો- ઓર્ડિનેટર અને O.S.D. સ્પોર્ટસ સાહેબશ્રી ડો. પ્રકાશચંદ્ર પટેલ હાજર રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત દિપ પ્રગટાવીને અને મુખ્ય મહેમાનનું પૂષ્પગુચ્છથી સ્વાગત કરીને કરવામાં આવ્યુ હતું. કાર્યક્રમના મુખ્ય ઉદ્દબોધક ડો. પ્રકાશચંદ્ર પટેલ સાહેબે તેમના વક્ત્યમાં જીવનમાં પ્રથમ વખત મતદાન કરનાર યુવા મતદાતાઓને ખુબ જ ઊંડાણથી મતદાન વિશે માર્ગદર્શન પુરૂ પાડીને યુવાધન આપણા દેશના વિકાસમાં અને લીડરશીપમાં આગવું સ્થાન ધરાવે છે તે બાબત જણાવી હતી. કાર્યક્રમમાં હાજર રહેલ દરેક યુવાનો જીવનમાં તેઓ મતદાન કરેશે અને કરાવશે તથા સેલ્ફી લેશે એવી શપથ લીથી. તેમણે દરેકને ગેમ રમાડીને હાજર રહેલ યુવાનોનો ઉત્સાહ વઘાર્યો હતો. આ કાર્યક્રમમાં ટ્રસ્ટના ચેરમેન શ્રી એ .કે. શાહ, સામાજિક કાર્યકર્તા અને વાપીના અગ્રણી શિલ્પેશ દેસાઈ, કોલેજના ડાયરેકટર શ્રી સી. કે. પટેલ સાહેબ તથા તમામ કોલેજના સ્ટાફગણ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમની વ્યવસ્થા તથા આયોજન સદર કોલજના એન.એસ.એસ. યુનિટના પ્રોગ્રામ ઓફિસર ડો. ખુશ્બુ દેસાઈએ કર્યુ હતું. આમ પ્રોગ્રામ સફળ રહેતા કોલેજના પ્રિન્સિપાલ ડૉ.પૂનમ બી. ચૌહાણે, ડો પ્રકાશચંદ્ર પટેલનો તથા સ્ટાફગણનો તથા વિદ્યાર્થીઓનો આભાર વ્યક્ત કર્યો હતો।

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

You may also like