મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્હસ્તે જામનગર ખાતે ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી તેમજ અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં ‘મિલેટ મહોત્સવ’ના શુભારંભ।
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્હસ્તે જામનગર ખાતે ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી તેમજ અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં ‘મિલેટ મહોત્સવ’ના શુભારંભ, ઉપરાંત જિલ્લા રમતગમત સંકુલના ખાતમુહૂર્ત સહિત જામનગર શહેર અને જિલ્લાના કુલ ₹520 કરોડથી વધુના વિવિધ વિકાસકાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત સંપન્ન કરવામાં આવ્યા હતા.મુખ્યમંત્રીશ્રીએ આ અવસરે જણાવ્યું હતું કે, માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારતે દરેક ક્ષેત્રમાં પ્રગતિનાં શિખરો સર કર્યા છે. તેમણે સરકારની કલ્યાણકારી યોજનાઓના લાભ પ્રત્યેક લાભાર્થી સુધી પહોંચાડતી ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’નો સંદર્ભ આપતાં કહ્યું કે, માનનીય વડાપ્રધાનશ્રીએ છેવાડાના માનવીને મુખ્ય પ્રવાહમાં લાવવાના હરહંમેશ પ્રયત્નો કર્યા છે. મુખ્યમંત્રીશ્રીએ ‘વિકસિત ભારત @ 2047’ ના માનનીય વડાપ્રધાનશ્રીના સંકલ્પને સાકાર કરવામાં ગુજરાતને અગ્રેસર રાખવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી।
Average Rating