કેબીએસ એ નટરાજ કોલેજની બહેનો હેબોલમાં ઓલ ઈન્ડ્રીયા યુનિવર્સિટી જયપૂર ખાતે ભાગ લેશે।
વાપી:- અત્રે ચણોદ કોલોની સ્થિત કેશવજી ભારમલ સુમેરીયા કોમર્સ એન્ડ્ર નટરાજ પ્રોફેશનલ સાયંસીસ કોલેજ વાપી ના વિઘાર્થીઓને દરેક રમતની તાલીમ આપવામાં આવે છે. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સુરત, સ્પોર્ટ્સ ડિપાર્ટેમેન્ટ અંતર્ગત હેબોલનું સિલેકશન શાહ એન.એચ.કોમર્સ કોલેજ, વલસાડ ખાતે યોજવામાં આવ્યુ હતું. જેમાં યુનિવર્સિટીની વિવિઘ કોલેજમાંથી મોટી સંખ્યામાં ખેલાડી બહેનોએ ભાગ લીઘો હતો. જેમાંથી ૧૨ ખેલાડી બહેનોએ ઉત્કૃષ્ઠ દેખાવ કરતાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની ટીમમાં સિલેકશન થયુ હતું. જેમાં સદર કોલેજના વિઘાર્થી બહેનોઓમાં ૧. આંચલ પાંડે (T.Y.B.Com) ૨. શિવાની મિશ્રી (S.Y.B.Com) તથા સ્ટ્રેન્ડ્રુ બાયમાં રિયા શુકલા (S.Y.B.C.A) પસંદગી પામ્યા હતા. જેઓ જયપૂર યુનિવર્સિટી, રાજસ્થાન ખાતે ઈર યુનિવર્સિટી સ્પર્ધામાં ભાગ લઈ સદર યુનિવર્સિટીની ટીમનું પ્રતિનિધિત્વ કરશે. આ સ્પર્ઘાનું માર્ગદર્શન અને તાલીમ શારીરિક શિક્ષણના મદદનીશ પ્રાઘ્યાપક ડો. મયુર પટેલ, રોહિત સિંગે આપી હતી. આમ સમગ્ર યુનિવર્સિટીમાં સદર કોલેજના ખેલાડી બહેનો સિલેકટ થતા કોલેજનું નામ રોશન કરવા બદલ કોલેજના આચાર્ય ડો. પૂનમ બી. ચૌહાણે ખેલાડી બહેનો તથા ડો. મયુર પટેલનો આભાર વ્યક્ત કરી ભવિષ્યમાં પણ કોલેજનું નામ રોશન કરવા અને જીવનમાં ઉજ્જ્વળ ભવિષ્ય બનાવી શકે તેવી શુભેચ્છા પાઠવી હતી।
Average Rating