આજે અંબા માતા મંદિર જીઆઇડીસી વાપીના ચોગાનમાં પતંજલિ યોગ શિબિરનું આંતરરાષ્ટ્રીય યોગ દિવસના ઉપલક્ષમાં આયોજન કરવામાં આવ્યું હતું।

Views: 586
1 0

Read Time:1 Minute, 25 Second

આજે અંબા માતા મંદિર જીઆઇડીસી વાપીના ચોગાનમાં પતંજલિ યોગ શિબિરનું આંતરરાષ્ટ્રીય યોગ દિવસના ઉપલક્ષમાં આયોજન કરવામાં આવ્યું હતું. પતંજલિ યોગ શિબિર, સમસ્ત ગુજરાતી બ્રહ્મ સમાજ મહિલા મંડળ, અને જય અંબે સૌરાષ્ટ્ર મહિલા મંડળ ત્રણેયના સહયોગથી આ કાર્યક્રમ સફળ બન્યો હતો. જેમાં કુલ 60 બહેનોએ ભાગ લીધો હતો. વલસાડ, દમણ, વાપી ના યજ્ઞ પ્રભારી શ્રીમતી શીલાબેન વશી તથા બ્રહ્મ સમાજ મહિલા મંડળના પ્રમુખ શોભા બેન પુરોહિત, ચેતનાબેન દવે, દક્ષાબેન દવે, મિતલબેન જોશી, નેહાબેન જાની, પૂર્વ પ્રમુખો ક્ષમાબેન શુક્લ અને હીનાબેન ગોર , તથા જય અંબે સૌરાષ્ટ્ર મહિલા મંડળના જ્યોતિબેન બધેકા અને એડવોકેટ શ્રીમતી ભારતી બેન ચૌહાણ વગેરે ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. કાર્યક્રમના અંતે બધી બહેનોએ રોજ યોગા કરીને પોતાના તન અને મનની તંદુરસ્તી જાળવવાનો શુભ સંકલ્પ કર્યો હતો।

प्लीज लाइक सेयर एण्ड कॅमेन्ट करे।

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

You may also like