આજરોજ તા. 11/6/2023 રવિવાર ના દિવસે પતંજલિ યોગ સમિતિ સેલવાસ જિલ્લા પરિવાર ના પાંચ સંગઠન પતંજલિ યોગ સમિતિ,ભારત સ્વાભિમાન,મહિલા પતંજલિ યોગ સમિતિ ,પતંજલિ કિસાન સમિતિ,યુવા ભારત તથા અમારો સ્વાભિમાન દ્વારા ૯માં ૨૧ જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ના અંતરગત યોગ પ્રોટોકોલ અને યોગ પરંપરા નો પ્રચાર પ્રસાર હેતુ સેલવાસ રિવર ફ્રન્ટ ઉપર યોગ-અભ્યાસ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો।

Views: 580
2 0

Read Time:1 Minute, 56 Second

આજરોજ તા. 11/6/2023 રવિવાર ના દિવસે પતંજલિ યોગ સમિતિ સેલવાસ જિલ્લા પરિવાર ના પાંચ સંગઠન પતંજલિ યોગ સમિતિ,ભારત સ્વાભિમાન,મહિલા પતંજલિ યોગ સમિતિ ,પતંજલિ કિસાન સમિતિ,યુવા ભારત તથા અમારો સ્વાભિમાન દ્વારા ૯માં ૨૧ જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ના અંતરગત યોગ પ્રોટોકોલ અને યોગ પરંપરા નો પ્રચાર પ્રસાર હેતુ સેલવાસ રિવર ફ્રન્ટ ઉપર યોગ-અભ્યાસ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો.જેમાં પતંજલિ યોગ સમિતિ દક્ષિણ ઝોન પ્રભારી તનુજાબેન આર્ય , જિલ્લા અધ્યક્ષ શ્રીકમલજી,શ્રીબસવરાજ્જી,ચિત્રંજનભાઈ, શ્રીમતી હેમલતાબેન તેમજ અન્ય પદાધિકારીઓ તેમજ યોગ સાધક અને શિક્ષકો તથા અન્ય સહેલાણીઓએ વહેલી સવારે ખુશનુમા વાતાવરણ માં ખુબજ સુંદર રીતે આયુષ મંત્રાલય ની પ્રોટોકોલ પ્રેક્ટિસ કરી.પતંજલિ યોગ સમિતિસંગઠનના દરેક પદાધિકારીઓ તેમજ તેમની ટીમ દ્વારા ટૂક સમયમાં સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. યોગ પ્રોટોકોલ નો અભ્યાસ દક્ષિણ ગુજરાત પતંજલિ મહિલા પ્રભારી તનુજાજી એ કરાવ્યો.કાર્યક્રમ નું સંચાલન શ્રી કમલજી અને બસવરાજજી એ કર્યું.આદરણીય દક્ષિણ ગુજરાત રાજ્ય કાર્યકારીની શીલા વશી અને આદ.મણીબેન તેમજ શ્રી શામજીભાઈ નો સહકાર રહ્યો।

प्लीज लाइक सेयर एण्ड कॅमेन्ट करे।

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

You may also like