કેબીએસ કોમર્સ અને નટરાજ પ્રોફેશનલ સાયન્સિસ કોલેજમાં ઈનામ વિતરણ કાર્યક્રમ યોજાયો।

Views: 392
1 0

Read Time:4 Minute, 45 Second

વાપી:- અત્રે ચણોદ કોલોની સ્થિત કેશવજી ભારમલ સુમેરીયા કોમર્સ એન્ડ નટરાજ પ્રોફેશનલ સાયંસીસ કોલેજ વાપીમાં શૈક્ષણિક વર્ષ ૨૦૨૩-૨૪માં વિવિધ સાંસ્કૃતિક, સ્પોર્ટસ તેમજ શૈક્ષણિક પ્રવૃતિઓમાં અનેરી સિધ્ધી હાંસલ કરનાર વિઘાર્થીઓ માટે ઈનામ વિતરણ કાર્યક્રમ નુ આયોજન કરવામાં આવ્યુ હતું. સદર કોલેજના ૨૪૦૦ થી વઘારે વિદ્યાર્થીઓ વિવિધ કાર્યક્રમમાં અભ્યાસ કો. અભ્યાસની સાથે વિધ્યાર્થીઓને વિવિઘ પ્રવૃતિઓની પણ તાલીમ આપવામાં આવે છે અને વિજેતા વિદ્યાર્થીઓને ઈનામ તેમજ ટ્રોફી એનાયત કરવામાં આવે છે. આ પોગ્રામમાં મુખ્ય મહેમાન તરીકે ટ્રસ્ટના ચેરમેનશ્રી એ.કે.શાહ તેમજ અતિથિ વિશેષ તરીકે સ્ટેટ વર્કિંગ કમિટીના મેમ્બર યુતિ પ્રદિપ ગજરે તથા આમંત્રિત મહેમાનમાં શ્રી વિમલભાઈ ચૌહાણ હાજર રહ્યા હતા. શ્રુતિબેન ગજરે વિજેતા વિદ્યાર્થીઓને અભિનંદન આપતા શિક્ષણ જીવનમાં કેટલુ મહત્વ છે તે સમજાવતા ભવિષ્યમાં ઉજવળ કારકીર્દી માટે શુભેચ્છા પાઠવી હતી. શૈક્ષણિક વર્ષ ૨૦૨૨૨-૨૩ માં ડિસ્ટીન્કશન આવનાર ૫૫ વિદ્યાર્થીઓને સિલ્વર મેડલ આપી સન્માન કરતા ખાન રસ્મીન ઈબ્રાહમ (F.Y.B.Sc. MLT) ને મેડલ આપીને એકડેમીક ટોપર નો ખિતાબ આપવામાં આવ્યો હતો. સાંસ્કૃતિક સ્પર્ધામાં પણ ઈન્ટર કોલેજ યુનિવર્સિટી લેવલ તેમજ યુનિવર્સિટી લેવલમાં વિવિધ સ્પર્ધાઓમાં ૧૭ વિજેતાઓને સિલ્વર મેડલ આપતા કિચડા સાહીલ દિપકભાઈ (T.Y.B.Com.) ને બેસ્ટ કલ્ચરલ અને અને ઘ યર નો ખિતાબ આપવમાં આવ્યા હતા આ સાથે રમતક્ષેત્રમાં પણ વિવિધ સ્તરે જેમકે ઈન્ટર કોલેજ, ઈન્ટર યુનિવર્સિટી લેવલ તેમજ સ્ટેટ લેવલ, ડિસ્ટ્રીકટ લેવલ, ખેલ મહાકુંભમાં અને ઓલ ઈન્ડીયા લેવલના ૧૦૦ વિજેતાઓને સિલ્વર મેડલ આપી સન્માનિત કરતા. ઘોઘારી કરણકુમાર રણઘીરને Best Sport Boy of the Year તેમજ સિંગ અન્શિકા (S.Y.B.Com) ને ખિતાબ એનાયત કરવામાં આવ્યો હતો. N.S.S.ની સેવાકીય વિવિઘ પ્રવ્રુતિઓને પણ ઘ્યાનમાં રાખીને મિતેશ શર્મા (T.Y.B.Com.) બેસ્ટ એન.એસ.એસ. લીડર (બોય) અને આંચલ સિંગ(T.Y.B.Com.) ને બેસ્ટ એન.એસ.એસ. લીડર (ગર્લ્સ)) નો એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમજ સમગ્ર વર્ષ દરમ્યાન સાંસ્કૃતિક, રમત ગમત તથા શૈક્ષણિક સિધ્ધીઓને ઘ્યાનમાં રાખી ઈન્ટરવ્યુ લઈ કરણ રણધીર ધોઘારીને બેસ્ટ બોય ઓફ ધ યર, મીશ્રા સાક્ષી અરવિંદભાઈ (M.Sc. chem) બેસ્ટ ગર્લ્સ ઓફ ધ યર તથા ખાન અબદુલા (T.Y.B.Com.) ને સ્ટુડન્ટ ઈવેન્ટ મેનેજમેન્ટ એક્સીલેન્ટ એવોર્ડ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. કોલેજના સ્ટાફને પણ તેમની વિવિઘ સિધ્ધી બદલ ડો. ખુશ્બુ દેસાઈ (Ph.D.) માટે સન્માનિત કરવામાં આવ્યા હતા. આમ શૈક્ષણિક વર્ષ ૨૦૨૩-૨૪નો વાર્ષિક અહેવાલ જણાવતા કોલેજના આચાર્ય ડો. પૂનમ બી. ચૌહાણે દરેક વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવી કોલેજના વિવિધ સ્તરે નામ રોશન કરવા બદલ આભાર વ્યક્ત કરતા વિદ્યાર્થીઓને અભ્યાસની સાથે સ્પોર્ટસ અને કલ્ચરલ એક્ટેવીટ્યુ મહત્વ સમજતા જીવનમાં શિષ્ટતા જાળવીને સફળ થવાની શુભેચ્છા પાઠવી હતી. આમ સમગ્ર ઈનામ વિતરણ કાર્યક્રમ સફળ રહેતા કોલેજના આચાર્ય ડો. પૂનમ બી. ચૌહાણે વિજેતા મિત્રોને, સમગ્ર સ્ટાફગણ, ટ્રસ્ટીગણ તથા વ્યવસ્થાપકનો આભાર વ્યક્ત કર્યો હતો।

प्लीज लाइक सेयर एण्ड कॅमेन्ट करे।

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

You may also like