વાપીના કેબીએસ એન્ડ નટરાજ કોલેજનો ટી.વાય.બી.એસ.સી.ના પરિણામમાં ઉત્કૃષ્ટ દેખાવ।
વાપી :- અત્રે ચણોદ કોલોની સ્થિત કેશવજી ભરમલ કોમર્સ એન્ડ નટરાજ પ્રોફેશનલ સાયન્સીસ કોલેજ વાપી ટી.વાય.બી.એસ.સી. ના વિઘાર્થીની શૈક્ષણિક વર્ષ ૨૦૨૩-૨૪ માં VNSGU દ્વારા લેવાયેલ પરીક્ષામાં T.Y.B.Sc. Medical Technology વિષયમાં થીયરીમાં સૌથી વઘુ ગુણ મેળવનાર વિધાર્થી યાદવ ખુશ્બુ લાલબહાદુરે 78.80 % યુનિવર્સિટીમાં પ્રથમ સ્થાન મેળવ્યુ છે. આમ, યુનિવર્સિટીમાં કોલેજનું નામ રોશન કરવા બદલ્ કોલેજના પ્રિન્સિપાલ ડૉ.પૂનમ બી. ચૌહાણે તથા ટ્રસ્ટીગણે પ્રથમ સ્થાને રહેલ વિઘાર્થીઓનો આભાર વ્યક્ત કરી ભવિષ્યમાં ઉચ્ચ સિધ્ધી હાસંલ કરવા આહવાન આપ્યુ હતું।
Average Rating