વાપીની શ્રી એલ જી હરિઆ મલ્ટિપર્પઝ સ્કુલ મા ઈન્વેસ્ટીચર સેરમની કાર્યક્રમ નુ આયોજન કરવામાં આવ્યું।

Views: 303
1 0

Read Time:2 Minute, 30 Second

આજે શાળા મા શિસ્તતા જળવાય અને બાળકો પોતાની જવાબદારી સમજે અે હેતુથી વિદ્યાર્થીઓ માટે વિવિધ પદ ની વરણી કરવામાં આવી. કાર્યક્રમ ની શરૂઆત શાળા ના આચાર્યા શ્રીમતી બીની પૌલ અને એચ આર અને એડમિન હેડ શ્રી વિજય રાઉન્ડલ દ્વારા દિપ પ્રાગટ્ય કરી કરવામાં આવી. ત્યારબાદ બાળકો દ્વારા મંગલમય પ્રાર્થના ગીત રજૂ કરવામાં આવ્યું. શાળા ના હેડબોય તરીકે વ્યંકટેશ વિશ્વનાથ પગારે અને આસિસ્ટન્ટ હેડબોય તરીકે રિગ્વેદ બંસગોપાલ મિશ્રા જયારે હેડગર્લ તરીકે અંશિકા મિશ્રા અને આસિસ્ટન્ટ હેડગર્લ તરીકે તનુશ્રી આચાર્ય ની નિમણૂક કરવામાં આવી. શાળા ના હાઉસ કેપ્ટન તરીકે આકાશ હાઉસ કેપ્ટન આયુષ ચૌહાણ અને વાઇસ કેપ્ટન એલન એબે, અગ્નિ હાઉસ કેપ્ટન તરીકે પ્રાચી ઝા વાઇસ કેપ્ટન ગણેશ દેસાલે, પવન હાઉસ કેપ્ટન તરીકે મિશાલ રાય વાઇસ કેપ્ટન પાર્થ શુકલા તેમજ પૃથ્વી હાઉસ કેપ્ટન તરીકે મોનિકા શર્મા અને વાઇસ કેપ્ટન તરીકે દિયા ભંડેરી ની નિમણૂક કરવામાં આવી.જયારે સ્પોર્ટ્સ કેપ્ટન તરીકે શિવા રાવત અને રિંકુ સીંગ ની નિમણૂક કરવામાં આવી. શાંતિ અધિકારી તરીકે અનિષા તિવારી, વેદાંત દામા, કુશલ શર્મા, રિતુરાજ સિંગ, અમરજીત ચૌધરી, જયોતિ શેખાવત, દૃષ્ટિ પટેલ, કોમલ અહિરે, પાર્થ મિશ્રા, દિવ્યમ યાદવ ની નિમણૂક કરવામાં આવી. ત્યારબાદ શાળા ના આચાર્યા શ્રીમતી બીનીપૌલે નવા નિમણૂક પામેલ વિદ્યાર્થી ઓ ને શપથ ગ્રહણ કરાવડાવી શાળા મા શિસ્તતા અને શાળા દ્વારા સોંપાયેલ જવાબદારી માટે સંપૂર્ણ વર્ષ દરમિયાન બાળકો અેમનુ સંપૂર્ણ યોગદાન આપે તેવી આશા વ્યક્ત કરી અને સૌને શાળા ના મેનેજમેન્ટ અને શાળા પરિવાર વતી અભિનંદન પાઠવ્યા।

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

You may also like